ગુજરાતમાં આરોગ્ય વિભાગની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આરોગ્ય વિભાગ હસ્તકના કર્મચારીઓ ગ્રેડ પે મુદ્દે સરકાર સામે મેદાને પડયા છે. આગામી 11 માર્ચે લેબ ટેકનિશિયનો માસ સીએલ પર ઉતરશે. તેના બાદ કર્મચારીઓ પોતાની માગને લઈને ધરણાં કરશે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની માગ છે કે વર્ષ 1992માં GRમાં થયેલી ક્ષતિ દૂર કરી ગ્રેડ પે માં સુધારો કરવામાંઆવે.


[[$googlead]]

આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર

રાજ્યમાં અત્યારે હોળીના તહેવાર સાથે ગરમી અને ઠંડી એમ બેવડી ઋતુના કારણે દવાખાનામાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ હસ્તકના કર્મચારીઓ 11 માર્ચથી માસ સીએલ પર ઉતરી રહ્યા છે. અને આ માસ સીલના ગાળામાં તંત્ર દ્વારા તેમની રજૂઆત પર કોઈ વિચારણા તેમજ નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ધરણાં કરવાનું આયોજન કરી રહ્યા છે. રાજ્યભરના ૧,૮૬૭ લેબ ટેકનિશિયન માસ સીએલ બાદ ધરણામાં જોડાશે. પોતાના પડતર પ્રશ્નોને લઈને સીવીલ હોસ્પિટલ, સીએચસી અને પીએચસી હસ્તકના લેબ ટેક્નિશિયનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. જ્યારે ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન (પેથોલોજી) મહામંડળ ના ખજાનચી અનશન ઉપર ઉતર્યા છે.

[[$alsoread]]

30 વર્ષથી કરી રહ્યા છીએ માગ

લેબોરેટરી ટેકનિયિશને સંદેશ ન્યૂઝને જણાવ્યું કે અમે 1992માં થયેલ GRને લઈને અમારા પગારમાં વિસંગતતા ઉભી થઈ છે.અમે છેલ્લા 30 વર્ષથી આ મામલે અનેક વખત તંત્રને રજૂઆત કરી છે, છતાં કોઈ નકકર પરિણામ આવ્યું નથી. અને એટલે જ છેવટે અમારે ધરણાંનું ડિસીઝન લેવું પડ્યું છે. અમારા સભ્ય ખજાનચી અનશન પર ઉતર્યા છે. જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અનશન આંદોલન અને ત્યારબાદ રેલી અને ધરણાંની યોજના છે. સરકારના ચાર વિભાગ છે ચાર વિભાગમાંથી એક વિભાગમાં નિયમ મુજબ પગાર અને ભરતી થાય છે જયારે અને બાકીના ત્રણ વિભાગમાં આ મુજબ કામગીરી થતી નથી એટલે અમારી માગ છે કે અન્ય વિભાગમાં પણ નિયમ મુજબ પગારધોરણ આપવામાં આવે અને ભરતી કરવામાં આવે.

  • Follow us on: