ગુજરાતમાં આજથી સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજીયાત કરાયો છે. હાઈકોર્ટના કડક વલણને પગલે રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કરતાં આજથી હેલ્મેટ વગરના કર્મચારીને દંડ કરવામાં આવશે.હેલ્મેટના નિયમનને લઈને પોલીસ એકશનમાં આવતા તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. અને આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર જ સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમોનું પાલન કરાવશે.
- ગુજરાતભરની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઇવ
- 11 ફેબ્રુઆરીથી સરકાર કમર્ચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત
- ટ્રાફિક પોલીસ નિયમોનું કરાવશે પાલન
- કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થશે
હેલ્મેટ ફરજીયાત
હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્યના ડીજીપી વિકાસ સહાયે સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજીયાત કર્યો. ડીજીપીના પરિપત્ર મુજબ આજથી 11 ફેબ્રુઆરીના રોજથી તમામ સરકારી કચેરીમાં હેલ્મેટ વગર વાહન ચલાવનાર કર્મચારી સામે પગલાં લેવાશે. રાજ્યભરની તમામ સરકારી કચેરી અને ખાસ કરીને સચિવાલયર ગેટ બહાર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે.
ડીજીપીના આદેશ મુજબ સરકારી કચેરીમાં આવતા તમામ સરકારી કર્મચારી તેમજ ટુ-વ્હીલર આવતાં બંને વ્યક્તિઓએ ફરજીયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે. કોઈપણ કર્મચારી હેલ્મેટના કાયદાનું ઉલ્લંઘન કરતાં પકડાશે દંડ સહિત કાયદાકીય કાર્યવાહી પણ કરાશે.
હાઈકોર્ટના સખત વલણ બાદ પોલીસ એકશનમાં
રાજ્યમાં વધતા અકસ્માતોને લઈને હાઈકોર્ટે પોલીસની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. છેલ્લા કેટલાક સમયથી અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા વધી હોવાના આંકડા સામે આવ્યા છે. જેના બાદ હાઈકોર્ટે અકસ્માતથી બનતી ગંભીર ઘટનાઓ ઘટાડવા અસરકારક પગલાં લેવા પોલીસને નિર્દેશ કર્યો હતો. પોલીસે માર્ગ સલામતીની સાથે ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન કરવા લોકોમાં જાગૃતિ આવે માટે એક શોર્ટ વીડિયો પણ બનાવવામાં આવ્યો. આ વીડિયો દ્વારા પોલીસે સંદેશ આપ્યો છે કે તમારી ઉતાવળ અને બેદરકારી તેમજ સ્પીડથી વાહન ચલાવવાનો ક્રેઝ તમારા અને અન્ય માટે ગંભીર ઇજા તેમજ મોત જેવી ઘટનાઓને આમંત્રણ આપે છે.
હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસે પોતાનાથી જ શરૂઆત કરી તમામ સરકારી કચેરીમાં તમામ કમર્ચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કર્યો. આ આદેશ મુજબ ટુ-વ્હીલર વાહન પર સવારી કરનાર બંને લોકોએ ફરજીયાત હેલ્મેટ પહેરવો પડશે.