• સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેન્ક ખાતાઓ અનફ્રીઝ કરાયા
  • 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% સુધી પહોંચી
  • બેન્ક ખાતા ફ્રીઝ કરવા અંગે પોલીસની પોલિસીમાં ફેરફાર કરાશે

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમ સંદર્ભે મહત્ત્વની કામગીરી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનેલા 28000 બેન્ક ખાતાઓ અનફ્રીજ કરવામાં આવ્યા છે. તેમજ રિફંડ અને હોલ્ડ પર મૂકવામાં આવેલ રકમમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42 ટકા સુધી પહોંચી છે.

સાયબર ક્રાઇમ સંદર્ભે ગૃહ વિભાગની મહત્વની કામગીરી

ગૃહ વિભાગ દ્વારા બેન્ક ખાતું ફ્રીઝ કરવા અંગે ગુજરાત પોલીસની પોલિસીમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવશે. જેમાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા કેસમાં આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમ જ ફ્રીઝ કરવામાં આવશે.

28,000 બેન્ક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા

હાલમાં જ ગુજરાત ગૃહ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો કરવામાં આવ્યો છે. બેન્ક ખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત ગૃહ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમની અસરકારક તપાસના પરિણામે 28000 જેટલા બેન્ક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે.

2024માં રિફંડ કરાયેલી રકમ 46.42% સુધી પહોંચી

વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42 ટકા પર પહોંચી છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર મૂકવામાં આવેલી કુલ રકમ 114.90 કરોડ છે અને 2024માં રિફંડ કરાયેલી રકમ 53.34 કરોડ છે. ઉલ્લેખનીય છેકે, ઓથોરિટી દ્વારા સાયબર ક્રાઈમના પીડિતોને સમયસર રાહત મળે તે માટે કડક પગલાં લેવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસની પોલિસીમાં કરાશે ફેરફાર

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગૃહ વિભાગ દ્વારા એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં સુધારો કરવામાં આવ્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષો પર નાણાકીય બોજ ઘટાડવા માટે પહેલું પગલું છે, આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમ જ ફ્રીઝ કરવામાં આવશે. આ ફેરફારથી મધ્યમ વર્ગના વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે, જેઓ આખું બેન્ક અકાઉન્ટ લોક થઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

સાયબર ક્રાઈમના પીડિતો માટે પોલીસનો નિર્ણાયક પગલું

રાજ્યમના ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણાયક કાર્યવાહી સાયબર ક્રાઈમ પીડિતોને થતા અન્યાયને ઘટાડવાની તરફેણમાં લેવાયેલા નોંધપાત્ર પગલા દર્શાવે છે. ખાતા ફ્રીઝ કરવા અંગેના અભિગમમાં સુધારો કરીને તેમજ પીડિતોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરીને, ઓથોરિટી અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલિક નાણાકીય અસર અને સાયબર ક્રાઈમના વ્યાપક મુદ્દા બન્ને પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 

  • Follow us on: