• પર્યટનના વિકાસ માટે રૂ. 2077 કરોડની જોગવાઇ
  • આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના વિકાસ માટે રૂ. 706 કરોડ ફાળવાયા
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 565 કરોડની જોગવાઈ

આજે રજૂ થયેલા ગુજરાત બજેટમાં પહેલીવાર રાજ્યના પ્રવાસનને વધારવા માટે ટુરિઝમ બજેટમાં 346%નો વધારતો કરવામાં આવ્યો છે. બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઊભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધા છે. ગુજરાતમાં ટુરિઝમના વિકાસને ઝડપી બનાવવા માટે રૂ. 2077 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નાણામંત્રીએ કનુભાઈ દેસાઇએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રા મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે. આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.

પ્રવાસન માટેની જોગવાઈ

  • આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે રૂ. 706 કરોડની જોગવાઇ.
  • ધાર્મિક, હેરીટેજ, એડવેન્ચ અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે રૂ. 640 કરોડની જોગવાઇ.
  • એરસ્ટ્રીપ/એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે રૂ. 215 કરોડની જોગવાઈ.
  • અંબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે રૂ. 300 કરોડની જોગવાઇ.
  • રાજ્યમાં આવેલ જુદા જુદા યાત્રાધામોના વિકાસ અને યાત્રિકોની સગવડો વધારવા માટે રૂ. 94 કરોડની જોગવાઇ.
  • હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે રૂ. 33 કરોડની જોગવાઇ.
  • કર્લી જળાશય વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રૂ. 25 કરોડની જોગવાઇ.
  • ધોળાવીરા, ધરોઈ, નડાબેટ, કડાણા ડેમ, શિવરાજપુર વગેરે સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવવા માટે રૂ. 20 કરોડની જોગવાઇ.
  • સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે રૂ. 120 કરોડના આયોજન સામે રૂ. 10 કરોડની જોગવાઇ.

  • Follow us on: