- ગગનદીપ ગંભીરને એડમીન વિભાગના ADGP બનાવાયા
- રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઇમના JCP બનાવાયા
- શરદ સિંઘલને અમદાવાદ ક્રાઇમના JCP બનાવાયા
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગૃહ વિભાગે IPSની બદલી અને પ્રમોશનના 12 ઓર્ડર કર્યો છે. જેમાં ગગનદીપ ગંભીરને એડમીન વિભાગના ADGP બનાવાયા છે, રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઇમના JCP બનાવાયા છે.
રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલીનો ધમધમાટ
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલીનો ધમધમાટ શરૂ થયો છે. ગૃહ વિભાગના આદેશ મુજબ, ગગનદીપ ગંભીરને એડમીન વિભાગના ADGP બનાવાયા છે. તો રાઘવેન્દ્ર વત્સને સુરત ક્રાઇમના JCP બનાવાયા છે. શરદ સિંઘલને અમદાવાદ ક્રાઇમના JCP બનાવાયા છે. નિરજ બડગુજર અમદાવાદ સેક્ટર - 1ના એડિ.કમિશનર બનાવાયા છે. મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચના આદેશથી વિવિધ પદેથી હટાવાયેલ 12 IPS અધિકારીઓને નિમણૂક અપાઇ છે. લાંબા સમયથી ખાલી પડેલ મહત્વની જગ્યાઓ પર ઇલેક્શન કમિશનની મંજૂરી સાથે નિમણૂક અપાઇ છે. CBIમાંથી પરત ફરેલ 2 પોલીસ અધિકારીઓને નિમણૂક અપાઇ છે.
ગગનદીપ ગંભીરની રાજ્ય પોલીસના વહીવટ વિભાગના આઇજી તરીકે નિમણૂક
ગગનદીપ ગંભીરની રાજ્ય પોલીસના વહીવટ વિભાગના આઇજી તરીકે નિમણૂક કરાઈ છે તો, રાઘવેન્દ્ર વત્સની સુરત શહેર પોલીસના જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઇમ તરીકે નિમણૂક કરાઈ છે. શરદ સિંઘલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિરજ બડગુજરની ક્રાઇમ બ્રાન્ચના જેસીપી પદેથી બદલીને, અમદાવાદ સેક્ટર 1 ના જેસીપી બનાવાયા છે. ચૈતન્ય માંડલીકની સીઆઇડી ક્રાઇમમાં નિમણૂક કરવામાં આવી છે. મનિષસિંગની ગાંધીનગર એમટી વિભાગમાં નિમણૂક કરવામાં આવી છે.
અજીત રાજયન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા DCP
અજીત રાજયન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નવા ડીસીપી બનાવવામાં આવ્યા છે. ડો લલિના સિન્હાની સાઇબર ક્રાઇમના ડીસીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. હિમાંશુ વર્મા અમદાવાદ ઝોન 1 ના નવા ડીસીપી બનાવાયા છે. રૂપલ સોલંકીની ડીજીપી ઓફિસના સ્ટાફ તરીકે નિમણૂક કરાઈ છે. ભારતી પંડ્યાની ટેક્નિકલ સર્વિસ વિભાગના એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉષા રાડાની એસઆસપીએફ 6 ના કમાન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.