બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23થી 26 મે સુધીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. 26મેના રોજ પણ રાજ્યમાં વરસાદ થઈ શકે છે. આગામી 12 કલાકમાં લૉ પ્રેશર સર્જાવાની શક્યતાઓ છે. જે 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. વાવાઝોડુ ઉત્તર તરફ આગળ વધશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ગામમાં પાણીનો ભરાવો થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામલો કરવો પડી રહ્યો છે. ભરઉનાળે રાજ્યમાં માવઠાનો માર જોવા મળતા ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત થયા છે.


[[$googlead]]

મે મહિનાના અંતમાં ભારે વરસાદની શક્યતાઓ

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સાયકલોનિક સર્ક્યુલેશન થવાના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો છે.સૌરાષ્ટ્ર- કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.આ વખતે મે મહિનાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં પણ રાજ્યમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપરાંત નર્મદા,ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ રહશે. બે દિવસ સામાન્યથી ભારે વરસાદ થઈ શકે છે. આજે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનગાઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.


  • Follow us on: