• દેવઘાટમાં SDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ
  • તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ
  • લાઈફ જેકેટ, રબર બોટ, કટર મશીન સાથે તૈનાત

ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં ઉમરપાડામાં ભારે વરસાદથી SDRF સ્ટેન્ડબાય કરાઇ છે. દેવઘાટમાં SDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા ટીમ સજ્જ છે. તેમાં લાઈફ જેકેટ, રબર બોટ, કટર મશીન સાથે તૈનાત છે. તેમજ પ્રાથમિક સારવાર માટે ચીજવસ્તુઓ પણ રખાઈ છે.

ધોધમાર વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર

[[$googlead]]

સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. તેમાં SDRFની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી છે. ઉમરપાડાના દેવઘાટ ખાતે SDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તમામ પ્રકારની પરિસ્થિતિની પહોંચી વળવા તંત્ર સજ્જ છે. તથા તમામ જરૂરી સાધન સામગ્રી સાથે SDRFની ટીમ પહોંચી છે. જેમાં ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરાઇ છે. SDRFના જવાનો દ્વારા તમામ ઇકવિપમેન્ટની ચકાસણી કરાઇ છે. તેમાં લાઈફ જેકેટ, રબર બોટ, કટર મશીન પ્રાથમિક સારવાર માટે ચીજવસ્તુઓ પંમ સાથે રાખવામાં આવ્યા છે.

[[$alsoread]]

દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી આભ ફાટ્યુ હોય તેવા માહોલ

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી આભ ફાટ્યુ હોય તેવા માહોલ છે. સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર થયો છે. દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ભરુચના નેત્રંગમાં સાડા 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. અતિ ભારે વરસાદના કારણે ઉમરપાડાના ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે. ગોંડલિયા ગામે વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદ પડતાં તંત્ર દોડતું થયું છે અને બચાવ કામગીરી પણ શરુ કરાઇ છે.


  • Follow us on: