• ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નશાબંધી સુધારા વિધેયક રજૂ થયું
  • છેલ્લા બે વર્ષમાં દારૂની હેરાફેરી કરતા 22442 વાહનો જપ્ત થયાં
  • 7213 વાહનો પોલીસ મથકમાં પડી રહેવાથી ભંગાર થઈ ગયા

ગુજરાત વિધાનસભા ચોમાસું સત્રનો આજે બીજો દિવસ છે. જે દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્ત્વના બિલ રજૂ કરવામાં આવ્યા હતા. નશાબંધી સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

નશાબંધી સુધારા વિધેયક

[[$googlead]]

હાલની નશાબંધી કાયદા મુજબ, દારૂ અને અન્ય નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કોર્ટના આખરી ચુકાદા પછી જ કરવામાં આવતી હોય છે. આ પ્રત્યે, સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલા નવા સુધારા વિધેયકના અમલ પછી, કોર્ટના આખરી ચુકાદા પહેલા જ આવા વાહનોની હરાજી કરવામાં આવશે. નવા સુધારા વિધેયક મુજબ, નશીલા પદાર્થો સાથે પકડાયેલા વાહનોની હરાજી કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવેલ છે. આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ પોલીસ મથક અથવા કોર્ટ કમ્પાઉન્ડમાં ખડકાવેલા વાહનોના ભંગાર થવાને રોકવા માટેનો છે. આ માટે નાયબ પોલીસ અધિક્ષકને આવા વાહનોની હરાજી કરવાની સત્તા આપવામાં આવી છે.

[[$alsoread]]

વાહનો રાષ્ટ્રિય સંપત્તિ છે પોલીસ મથકમાં રહેવાથી જગ્યા રોકે છે

આ સુધારો રાજ્યમાં નશાબંધી કાયદાના અમલને વધુ દૃઢ બનાવશે અને નશીલા પદાર્થોના ગેરકાયદે વપરાશ અને તેની હેરાફેરી સામે સખત કાર્યવાહી કરવા માટે મજબૂત સાધન પૂરું પાડશે. ઉલ્લેખનીય છે કે, સરકાર થોડા દિવસ પહેલા જ આ મુદ્દે એક વટ હુકમ બહાર પાડ્યો હતો, જેને હવે આ સુધારા વિધેયકના માધ્યમથી કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. વિધાનસભાના ચોમાસું સત્રના બીજા દિવસે ગૃહમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાહનો પડી રહેવાથી ભંગાર થઈ જતા હોય છે. વાહનો રાષ્ટ્રિય સંપત્તિ છે પોલીસ મથકમાં રહેવાથી જગ્યા રોકે છે. વાહનો પકડાય તો હરાજી થશે જે ડિવાયએસપી દ્વારા કરવમાં આવશે. વાહનોના વેચાણ પછી મળતી રકમ સરકારની યોજનામાં ઉપયોગમાં લેવાશે.

વાહનોના વેચાણ માટેની જોગવાઈમાં સુધારો થશે

નશીલા પદાર્થો સાથે પકડાયેલ વાહન કોર્ટની મંજૂરી સાથે વેચી શકાશે. વેચાણના કારણે ઉપાર્જીત થયેલ નાણા સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે. DYSP કક્ષાના પોલીસ અધિકારીને વાહનોના વેચાણ હરાજીની સત્તા સોંપવામાં આવશે. આ પહેલા નશીલા પદાર્થની હેરાફેરીમાં પકડાયેલ વાહન કોર્ટ કેસનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી વેચી શકાતું નહોતું. જેના કારણે પોલીસ સ્ટેશન પર વાહનોના ઢગલાઓ થઈ જતા હતા. વાહનો પોલીસ સ્ટેશનમાં ભંગાર થઈ જતા હતા. કોર્ટમાં આરોપી બેકસુર પુરવાર થશે તો વાર્ષિક 5 ટકા વ્યાજ સાથે નાણા પરત કરવામાં આવશે.


  • Follow us on: