• સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ 
  • પોરબંદરમાં 18 ઈંચ વરસાદથી આભ ફાટ્યું 
  • ધોધમાર વરસાદ થતા અનેક ગામો સંપર્ક વિહોણા

પોરબંદરમાં 18 ઈંચ વરસાદથી આભ ફાટ્યું છે. એક જ રાતમાં આટલો બધો વરસાદ ખાબકતા શહેર જળમગ્ન બન્યું છે. પશુઓ તણાયાં, તો ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યાં છે. આ ઉપરાંત રેલવે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન વ્યવહારને મોટી અસર પડી છે. આ કારણે કેટલીય ટ્રેન રદ કરવામાં આવી છે. પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર થશે. તો પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર થશે.

પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ તાંડવ 

[[$googlead]]

સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાર્વત્રિક ધોધમાર વરસાદ છે. પરંતુ ગઈકાલથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજાએ તાંડવ કર્યો હોય તેવો નજારો છે. સતત મૂશળધાર વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. પોરબંદરમાં પણ ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. રોકડિયા હનુમાન મંદિર તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ છે. રોડ પરની સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે. કોલીખડા ગામમાં 200 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. પાણીગ્રસ્ત એરિયામાં ફસાયેલા 11 વ્યક્તિઓને રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

[[$alsoread]]


ખંભાળિયામાં મુશળધાર વરસાદ શરૂ

દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. રામનાથ સોસાયટી, નગર નાકા રેલવે સ્ટેશન, રોડ સહિતના મુખ્ય માર્ગો પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. મુખ્ય રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે.


પોરબંદરના ઘેડ પંથકમાં જળબંબાકાર

પોરબંદરના ઘેડ વિસ્તાર માં 4 ફૂટ ભરાયા પાણી પસાર થાય રહ્યા છે.  જીવન જરૂરી વસ્તુ લેવા પણ કડ સમાં પાણી પસાર થાય રહ્યા છે. મોલદર મહિયારિ ધરસન કવલકા રેવદ્રા કળેઘી અને અમિપૂર સહિત 15 ગામડા માં પાણીમાં ગરકાવ થયા છે.

ઘેડના ગામડામાં અત્ર સત્ર સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે.રોડ રસ્તા ઉપર ચારથી પાંચ ફૂટ પાણી ભરાતા લાગી રહ્યું છે કે, ચારે બાજુ નદીઓ વહેવા લાગી છે. કુતિયાણા અને ગ્રામ્ય પંથકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

પોરબંદરના બોખીરા વિસ્તારમાં સોસાયટીમાં પાણી ફરી વળે એ પહેલા જ તાત્કાલિક રસ્તા પર કેનાલ કરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. હજુ વરસાદની સ્થિતિ અને આગાહીના પગલે એસડીઆરએફની એક ટીમને પોરબંદર કલેક્ટરના હવાલે કરવામાં આવી છે અને આ ટીમ પોરબંદર પહોંચવામાં છે.

ગીર સોમનાથના હિરણ 2 ડેમમાં પાણીની ભરપૂર આવક 

હવામાન વિભાગની આગાહીને પગલે ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હિરણ 2 ડેમ છલકવાની તૈયારીમાં છે. હિરણ 2 ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. 


 ભુજ-નલિયા હાઇવે બેટમાં ફેરવાયો

કચ્છ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. નખત્રાણાના મંગવાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભુજ નલિયા હાઇવે બેટમાં ફેરવાયો છે. મંગવાના પાસે પાણીના પ્રવાહ વચ્ચે વાહન ચાલકો પસાર થયો રહ્યા છે. ગામની શેરીઓ પણ નદીમાં ફેરવાઈ ગઇ છે. ભારે વરસાદના પગલે ગામ પાણી-પાણી થયું ગયું છે.


ધોરાજી અને ઉપલેટામાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લા અને તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ધોરાજી અને ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં સવારે પડેલ ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ધોરાજી-ઉપલેટા ગ્રામ્ય પંથકમાં સવારથી મેઘરાજા મહેરબાન તયા છે. ગ્રામ્ય પંથકની જો વાત કરવામાં આવે તો, કલાણા, પાટણવાવ, હદમટિયાળા, ભાડેર, ભીમોરા, કુઢેચ, લાઠમાં સવારે ભારે વરસાદ ખાબક્યો હતો.


ભારે વરસાદને લઈ લાઠ ગામમા પાણી ફરી વળ્યા છે. લાઠ ગામ ફરી સંપર્ક વિહોણું બનીયુ છે. લાઠ ગામના ક્રોજ વે ઉપર પાંચ ફૂટ જેટલા પાણી ભરાતા ગામમા જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. ધોધમાર વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે. અનેકવાર રજુવાત કરવા છતાં ક્રોજ વે ઉંચો ન લેવાતા ધોરાજી ઉપલેટા વિસ્તારના પાણી લાઠ તરફ જતા ક્રોજ વે અવરજ્વર માટે બંધ થતા લાઠ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

પોરબંદર જિલ્લામાં માધવપુરમાં 9 ઈંચ વરસાદ

પોરબંદર જિલ્લામાં માધવપુરમાં 9 ઈંચ વરસાદ વરસ્તા ઠેર-ઠેર પાણી ભરાયા છે. મધુવંતી નદીના પાણી ઘેડમાં ફરી વળ્યા છે. ખેતરો પણ પાણીમાં ગરકાવ થતા ખેડુતો મુશ્કેલમાં મુકાયા છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. ઘેડના 7 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. અનેક કોઝ-વે પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ

જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. માળિયા હાટીના તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા મેઘલ નદી ગાંડીતૂર થઈ હોય તેવાં દૃશ્યો સામે આવ્યા. બીજી તરફ ભાખરવડી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. આ તરફ ધોધમાર વરસાદથી “વધાવી” ગામનો સંપર્ક કપાઈ ગયો. નેશનલ હાઈવેના પાળા તૂટતા ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. કેશોદ તાલુકાના માણેકવાડા ગામે પણ ભારે વરસાદ વરસ્યો હતો. મંદિરો પણ જળમગ્ન બન્યા હોય તેવાં દૃશ્યો સામે આવ્યા. આ તરફ જુનાગઢ શહેરમાં પણ જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણીના દૃશ્યો જોવા મળ્યા. રસ્તાઓ એવાં ભાસી રહ્યા હતા કે જાણે નદીઓ વહી રહી હોય. તો ફરી એકવાર ઘેડ પંથક વરસાદી પાણીમાં ડૂબ્યું હોય તેવાં દૃશ્યો સર્જાયા. અખોદર ગામે લોકો હોડી લઈને ગામમાં ફરતા જોવા મળ્યા.


ઘેડ, કેશોદ, વંથલી, માંગરોળ, માણાવદરમાં મેઘરાજા મહેરબાન

જુનાગઢ જિલ્લાના ઘેડ, કેશોદ, વંથલી, માંગરોળ, માણાવદરમાં મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી. કેશોદના બાલાગામ, ઓસા, જોનપુર, મંગલપુર, સીતાના, ભીતાના સહિતના ગામો બેટમાં ફેરવાયા હતા. માણાવદર સરાડીયા, કેશોદ, માંગરોળ સહિતના અનેક રોડ પ્રભાવિત થયા હતા. વંથલી, કેશોદ, માણાવદર, માંગરોળ અને ભેંસાણના અનેક રસ્તાઓ ખોરવાયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. ફરી એકવાર ઘેડ સહિતના વિસ્તારોના ગામડા સંપર્ક વિહોણા બન્યા છે. પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર ન થવા માટે વહીવટીતંત્ર દ્વારા તાકીદ કરાઈ છે.

  • Follow us on: