હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં વરસાદની આગાહી કરી છે.ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે આગળ વધી રહી છે. રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહશે. દ્વારકા ,જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, રાજકોટ, મોરબી ,સુરેન્દ્રનગર, બોટાદ ,ભાવનગર, ભરૂચ ,વડોદરા ,પંચમહાલ ,દાહોદ ,છોટાઉદેપુર ,નર્મદામાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો, સુરત ,તાપી ,ડાંગ ,નવસારી ,વલસાડ ,દમણ, દાદરા નગર હવેલીમાં પણ છુટાછવાયા વરસાદ રહેશે. રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વાતાવરણમાં ભેજ અને ગરમીમાં વધારાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી જેટલું ઊંચકાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે શું કરી આગાહી?
- રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- દ્વારકા, જામનગરમાં મધ્યમ વરસાદની આગાહી
- પોરબંદર, જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી
- ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી
- અમરેલી, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી
- મોરબી ,સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની આગાહી
- બોટાદ, ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી
- ભરૂચ, વડોદરા, પંચમહાલમાં વરસાદની આગાહી
- દાહોદ, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી
- નર્મદા, સુરત, તાપી, ડાંગમાં વરસાદની આગાહી
- નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી
- દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી
- અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી ઊંચકાયું
- અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું