- રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે
- સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદ થશે
- દક્ષિણ ગુજરાતના જિલ્લા અને તાલુકામાં વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે.
ગુજરાતમાં મેઘરાજાએ હવે મંડાણ કર્યા છે. તેવામાં હવામાન વિભાગે વરસાદને લઇ આગાહી કરી છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 19 જૂનના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે.
આજે આ શહેરમાં મેઘરાજા ધમરોળશે?
હવામાન વિભાગ મુજબ, આજે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે.
વરસાદ અંગે હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ બુલેટીન
- રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી
- વરસાદી ટ્રફ પસાર થતાં વરસાદની આગાહી
- ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી
- પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહેશે
- અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી
- નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી
- નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી
- સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલીમાં વરસાદની આગાહી
- ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હળવા વરસાદની આગાહી
- પંચમહાલ, દાહોદ, વડોદરામાં હળવા વરસાદની આગાહી









