• હવામાન વિભાગની આગાહીને પગેલે ઉત્તર ગુજરાતમાં વરસાદ
  • સાબરકાંઠા, મહેસાણા,પાટણના તાલુકા સહિત ગ્રામ્યમાં વરસાદ
  • તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ 

ગુજરાતમાં મેઘરાજા જાણે મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગેલે ચોમાસું ઉત્તર ગુજરાત અને કચ્છમાં પ્રવેશી ચૂક્યું છે. ગત સોમવારથી ગુજરાતના ખાસ કરીને ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યાં છે.

આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ સવા 3 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સિવાય વલસાડના ઉમરગામમાં પોણા 3 ઈંચ,નવસારીના ખેરગામમાં પોણા 2 ઈંચ, નવસારીમાં અઢી ઈંચ, તાપીના વાલોદ, બોટાદ તાલુકામાં સવા બે ઈંચ,નવસારીના ગણદેવીમાં સવા ઈંચ અને જલાલપોરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. આજે દિવસ દરમિયાન રાજ્યના 29 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ અને 9 જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો. હિંમતનગરના ગઢોડા,હાજીપૂર, સાબરડેરી પંથકમાં વરસાદ થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી.  હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે અનેક એવા પણ તાલુકા અને ગામડાઓ છે જ્યા હજી છૂટો છવાયો વરસાદ ની જગાએ ધોધમાર વરસાદની રાહ જોવાઇ રહી છે.

મહેસાણાના વિસનગર વરસાદે તંત્રની ખોલી પોલ

મહેસાણાના વિસનગર શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.જાણે મેઘરાજાઓએ નગર પાલિકાની પ્રી મોન્સુન કામગીરીની પોલ ખુલી હોય તેવા દશ્યો દેખાઇ રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતા તંત્રની કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

પાટણમાં સિદ્ધપુરના વાતાવરણમાં પલટો

પાટણમાં સિદ્ધપુરના વાતાવરણમાં પલટો આવ્યો છે. સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સિદ્ધપુર સહિત ખોલવાડા, દેથલી, ગણેશપુરા, તાવડીયા,ખલી અને બીલીયામાં વરસાદે ધડબડાટી બોલાવી છે. ધોધમાર વરસાદ વરસ્તા લોકોને ગરમી અને બફારાથી આંશિક રાહત મળી છે.


  • Follow us on: