• રાજયના 211 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઈંચ વરસાદ
  • કચ્છના મુંદ્રામાં 2 કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ વરસાદને લઇ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં હોય તેમ શહેરમાં આખા દિવસ દરમિયાન 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

[[$googlead]]

રાજ્યના 211 તાલુકામાં મેઘરાજાએ ધમરોળ્યું

[[$alsoread]]

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે દિવસ દરમિયાન રાજ્યના 211 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ અને બારડોલીમાં સવા 5 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય કામરેજમાં પોણા 5 ઈંચ, ઓલપાડમાં સાડા 4 ઈંચ,વાપીમાં સાડા 4 ઈંચ, મહુવામાં સાડા 4 ઈંચ અને વલસાડમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આખા દિવસ દરમિયાન રાજ્યના 75 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ, 34 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 12 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાજ્યના 80 તાલુકામાં વરસાદ નોંધાયો 

જો છેલ્લા 2 કલાકમાં વરસાદના આંકડા જોઈએ તો, સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 3 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ જિલ્લાના ભૂજમાં 29 મિમી, મુન્દ્રામાં 25 મિમી તેમજ મહેસાણાના સતલાસણામાં 28 મિમી, બનાસકાંઠાના ધાનેરામાં 23 મિમી, જામનગરના જોડિયામાં 22 મિમી અને દેવભૂમિ-દ્વારકાના ખંભાળિયામાં 20 મિમી વરસાદ વરસ્યો છે.

  • Follow us on: