• આજે નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી
  • આજે દમણ, દાદરા નગર હવેલીમાં રહેશે ભારે વરસાદ
  • અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે

અમદાવાદ હવામાન વિભાગે રાજયમાં વરસાદને લઈ આગાહી કરી છે કે,અગામી પાંચ દિવસ રાજયમાં મધ્યમ વરસાદ રહેશે,કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.અત્યાર સુધીનો વરસાદ સામાન્ય કરતા 7 ટકા વધુ નોંધાયો છે.ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે.

સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ થઈ સક્રિય

[[$googlead]]

હવામાન વિભાગની આગાહી મૂજબ હાલ ગુજરાતમાં સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,સાથે સાથે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે.

[[$alsoread]]

આજે આ જગ્યાએ યલો એલર્ટની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તરગુજરાતના બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે,સાથે સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ અને દાદારનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે,આ સાથે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સામન્યથી હળવો વરસાદ પડી શકે છે,હાલ ગુજરાતમાં કોઈ જિલ્લામાં પૂર આવે તેવો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી નથી.

શું કહે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે કે,15 ઓગસ્ટથી ગુજરાતમાં સારો વરસાદ થશે,સાથે સાથે ઉત્તરગુજરાતના અમુક જિલ્લાઓ જેવા કે સાબરકાંઠા,મહેસાણા,બનાસકાંઠામાં સારો એવો વરસાદ પડી શકે છે,હાલ ગુજરાતમાં મધ્યપ્રદેશ તરફથી વરસાદની સિસ્ટમ આવી રહી છે,જેના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ શકે છે,આ વરસાદ એવો થશે કે જેના કારણે ખેડૂતોના પાકને લાભ થશે.

 

  • Follow us on: