હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. આ આગાહીને લઈને ઉત્તર ગુજરાતમાં સવારથી જ અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે.


ઉત્તર ગુજરાતમાં મેઘ મંડાણ!

ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે. તો સાથે જ અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

 હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી

કચ્છ,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ આવતીકાલે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,ભાવનગર,વડોદરા અને ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વનું કહી શકાય કે હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે.

અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે એલર્ટ જાહેર

ગુજરાતમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. તો અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો

આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વિજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ માણસામાં 3 ઈંચ વરસાદ, ડીસામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.  બનાસકાંઠાના ડીસા પંથકમાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે,સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ખેડૂતોના પાકને સમયસર પાણી મળી રહેતા પાકને જીવતદાન મળ્યું છે.સાથે સાથે ડીસામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ડીસા પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદના કારણે ચેકડેમો છલકાઈ રહ્યાં છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અન્ય બે સિસ્ટમ સક્રિય

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં સાયકલોનિક સર્ક્યુલેશન સાથે અન્ય બે વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ છે,જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ સપ્ટેમ્બર મહિનામાં થવાની આગાહી કરવામાં આવી છે.મધ્યપ્રદેશમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થશે,તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે.આજે દાહોદ,મહીસાગર અને અરવલ્લીમા વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Follow us on: