• આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
  • રાજયમાં પવનનો ગતિ 40 થી 45 કીમી પ્રતિકલાકની રહેશે
  • વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં આજે રાજયના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટકેલ છે.આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના સેવાઈ રહી છે.

અમદાવામાં અસહ્ય બફારો

[[$googlead]]

હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમા સાંજ પછી હળવા વરસાદની શક્યતા હતી. પરંતુ વરસાદ ન વરસવાને કારણે લોકો ભયંકર બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

[[$alsoread]]

અમદાવાદમાં મધ્યમ તાપમાન રહેશે

અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. ત્યારબાદ સૂર્યાસ્ત પછી ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થશે. જેમાં સાંજના 8 વાગ્યે 36 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે 11 વાગ્યે 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે. આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે.

આજે કયાં પડી શકે છે વરસાદ

આજે પંચમહાલ ,દાહોદ, વડોદરા ,છોટાઉદેપુર , નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી, વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી જુનાગઢ ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ ,કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.

21 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી

અમદાવાદ, આણંદ ,વડોદરા ,સુરત ,નવસારી ,વલસાડ તાપી, દમણ ,દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ, અમરેલી ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.

22 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી

અરવલ્લી ,દાહોદ ,મહીસાગર ,પંચમહાલ વડોદરા ,છોટાઉદેપુર, સુરત ,ડાંગ ,નવસારી, વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.

23 જૂને કયાં કરાઈ વરસાદની આગાહી

બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.

 

  • Follow us on: