• નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા
  • સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબ્યા
  • બીલીમોરામાં નદીમાં ડૂબી જતા 1નું મોત થયુ 

પોઇચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે. જેમાં નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા છે. સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી છે. મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા. તેમાં 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો છે. નર્મદાના પોઈચા જવા NDRFની ટીમ રવાના થઇ છે. 

નદીમાં 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા

તાજેતરમાં જ વડોદરા નજીક આવેલ કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોની ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી હતી. ત્યારે આજે એક બનાવ પોઇચાથી સામે આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત સ્થાઈ થયેલ પ્રવાસીઓ નર્મદા જિલ્લાના ચાણોદ તાલુકામાં આવેલા પોઇચામાં ફરવા માટે આવ્યા હતા.જ્યાં પોઇચા (રાણીયા) ગામમાં આવેલ નર્મદા નદીમાં 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા હતા.

ફાયર ફાઇટરોએ પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી

નદીમાં એક પછી એક તમામ 8 લોકો ડૂબવા લાગ્યા હતા. જે દરમિયાન બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકો ડૂબતા આબાદ બચાવ્યો હતો. જ્યારે અન્ય 7 હજુ પણ લાપતા થતા શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી છે.

બીલીમોરામાં નદીમાં ડૂબી જતા 1નું મોત થયુ 

તેમજ બીલીમોરામાં નદીમાં ડૂબી જતા 1નું મોત થયુ છે. જેમાં અંબિકા નદીમાં પગ ધોવા જતા 2 બાળકો ડૂબ્યા હતા. તેમાં 2 બાળકોમાંથી 1નો બચાવ થયો છે. તેમજ અન્ય એકનું મોત થયુ છે. મિત્રને ડૂબતો જોઈ તરુણ બચાવવા માટે કૂદ્યો હતો.


  • Follow us on: