- હવે પેન્ડિંગ જૂના બિલોની રકમ અલગથી વસુલવામાં આવશે
- જૂના પેન્ડિંગ બીલની રકમ અલગથી વસુલવામાં આવશે
- સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના બિલની રકમ કપાતા ગેરસમજ
સ્માર્ટ વીજ મીટર વિવાદ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે પેન્ડિંગ જૂના બિલોની રકમ અલગથી વસુલવામાં આવશે. સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ કપાશે નહીં. સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના બિલની રકમ કપાતા ગેરસમજ થાય છે. તેમાં જૂના પેન્ડિંગ બિલની રકમ હોય તેના 180 હપ્તા કરાશે. રોજના વપરાશની રકમ સાથે 1 - 1 દિવસનું પેન્ડિંગ બિલ કપાશે.
સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ નહીં કાપવાનો ઉર્જા વિભાગનો નિર્ણય
સ્માર્ટ મીટરના રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ નહીં કાપવાનો ઉર્જા વિભાગનો નિર્ણય છે. તેમાં જુના પેન્ડિંગ બિલની રકમ અલગથી બિલ દ્વારા વસુલવામાં આવશે.જૂના બિલની રકમ રિચાર્જ કરાયેલ સ્માર્ટ મીટરમાં કપાતી હોવાને કારણે લોકોમાં ગેરસમજ થઈ હોવાનું તારણ સામે આવ્યું છે. તેમાં જુના પેન્ડિંગ બિલની રકમ હોય તેના 180 હપ્તા કરવામા આવ્યા હતા. તેમાં 180 હપ્તાને સ્માર્ટ મીટરના દરરોજની વપરાશની રકમ સાથે એક-એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી.જેના કારણે ગ્રાહકોને સ્માર્ટ મીટર વધારે વીજ વપરાશ દર્શાવતું હોવાની ગેરસમજ ઉભી થઇ હતી.જો કે હવે પેન્ડિંગ જુના બિલોની રકમ અલગથી વસુલવામાં આવશે.
વીજ-મીટરને સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્ટ
રાજ્યના શહેરોમાં હાલ વપરાશમાં લેવાતા વીજ-મીટરને સ્થાને નવા સ્માર્ટ મીટર લગાવવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે પરંતુ આ સ્માર્ટ મીટરમાં વીજ-બિલ વધુ આવતો હોવાના આક્ષેપ સાથે વડોદરા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર જેવા શહેરોમાં ઉગ્ર વિરોધ થયો છે. આ વિરોધનો સૂર બુલંદ કરવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સરકાર સામે બાંયો ચઢાવી છે પરિણામ સ્વરુપ છેલ્લા બે દિવસથી ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે. 21મીના મંગળવારે ગાંધીનગરમાં આ બાબતે GUVNL(ગુજરાત ઉર્જા વિકાસ નિગમ-Gujarat Urja Vikas Nigam) સાથે બેઠક યોજાયા બાદ 22મીના બુધવારે પણ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને રાજ્યની ચારેય વીજ કંપનીઓના વડાઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ GUVNLના MD જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, સ્માર્ટ વીજ મીટરને પગલે લોકો કોઈપણ ગેરસમજનો શિકાર ન બને અને તેમને કોઈપણ જાતની તકલીફનો સામનો કરવો ન પડે તે માટે હવે, પહેલાં લોકોને વિશ્વાસ સંપાદન કરાશે ત્યારબાદ જ લોકોના ઘરે નવા સ્માર્ટ વીજ મીટર લગાવાશે.
કોઈને પણ કોઈ વિસંગતતા જણાય તો તેઓ ઉર્જા વિભાગ કે વીજ કંપનીઓમાં ફરિયાદ કરી શકશે
આ ઉપરાંત તેમણે એવો પણ નિર્ણય કરાયો છે કે, હવે પહેલાં કલેકટર ઓફિસ સહિતની તમામ સરકારી કચેરીઓમાં આ નવા સ્માર્ટ વીજ મીટર લગાવાશે. તેની સાથે જૂના હાલના સાદા વીજ-મીટરો પણ લગાવાશે અને આ બંને મીટરોમાં કોઈ તફાવત નથી, એ અંગે લોકોને સમજ અપાશે એટલું જ નહીં પરંતુ જે લોકોના ઘરે સ્માર્ટ વીજ મીટર ફીટ કરાશે, તેઓ જો માંગ કરશે તો તેમના ઘરે પણ નવા મીટરની સાથોસાથ જૂના-સાદા મીટર પણ લગાવાશે કે જેથી લોકો જૂના અને નવા મીટરના વીજ વપરાશના રીડીંગ કે બીલમાં કોઈ જ ફેર નથી, તે જાતે જ ચકાસી શકશે અને જો કોઈને પણ કોઈ વિસંગતતા જણાય તો તેઓ ઉર્જા વિભાગ કે વીજ કંપનીઓમાં ફરિયાદ કરી શકશે.









