• પ્રવીણ મિશ્રા મૂળ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે
  • ISI હેન્ડલરે સોનલ ગર્ગ નામની ઓળખ આપી હતી
  • અમદાવાદ CID ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે
ભરૂચમાંથી પાક.ને માહિતી આપતો શખ્સ ઝડપાયો છે. જેમાં અમદાવાદ CID ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે. તેમાં શખ્સ પાકિસ્તાનમાં માહિતી આપતો હતો. તેમજ આરોપી હની ટ્રેપનો શિકાર બન્યો હતો. અગાઉ ડ્રોન-મિસાઈલ બનાવવની કંપનીમાં કામ કરતો હતો.

ISI હેન્ડલરે સોનલ ગર્ગ નામની ઓળખ આપી હતી
CID ક્રાઈમના એડીશનલ DGP રાજકુમાર પાંડિયને આ બાબતે નિવેદન આપતા જણાવ્યું છે કે પાકિસ્તાનને માહિતી મોકલવા બદલ યુવકની ધરપકડ કરાઇ છે. અમદાવાદ CID ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે. શખ્સ પાકિસ્તાનમાં માહિતી આપતો હતો. પ્રવીણ મિશ્રા ભરૂચ કેમિકલ ફેકટરીમાં કામ કરતો હતો. તેમજ ISI હેન્ડલરે સોનલ ગર્ગ નામની ઓળખ આપી હતી. જેમાં ફેસબુકમાં માહિતી આપ લે થઈ હતી. ISIએ બ્રમહોસ મિસાઈલ અંગે માહિતી મેળવી હતી.

પ્રવીણ મિશ્રા મૂળ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે
પ્રવીણ મિશ્રા મૂળ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે. જેમાં હૈદ્રાબાદ DRDOમાં મટીરીયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. તેમાં પ્રવીણકુમાર હનીટ્રેપમાં ફસાયો હતો જેમા પૈસાની આપ-લે થઈ નથી. થોડા સમય પહેલા મિલેટરી ઇન્ટેલ ઉધમપુરથી માહિતી મળી હતી. પ્રવીણ મિશ્રા ભરૂચ કેમિકલ ફેકટરીમાં કામ કરતો હતો તેના મોબાઈલ ચેક કરતા માહિતી મળતી હતી. આ કેસમાં 20 લોકો રડારમાં છે જે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત અને રાજ્ય બહારનાં પણ કેટલાક લોકો છે.

  • Follow us on: