• ઓછી આવક અને માંગ વધતા ભાવ વધારો
  • નાસિક તરફથી આવતા શાકભાજીની આવક ઘટી
  • દરેક શાકભાજી ના ભાવ બમણા કરતા પણ વધુ

હિટવેવને પગલે શાકભાજીની ખેતીમાં નુકસાન થતા ચોમાસા અગાઉ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જેને લઈને મધ્યમ વર્ગીય લોકોના માથે મોંઘવારીનો બોજો વધ્યો છે. આ વર્ષે હિટવેવ ને કારણે જનજીવન ખાસુ પ્રભાવિત થયું છે અને સાથે શાકભાજી સહિત અન્ય ખેતી પર પણ તેનો પ્રભાવ જોવા મળ્યો છે. શાકભાજીની ખેતીને પણ નુકસાન થતા આવક ઘટી છે જેથી ગુજરાતમાં મુખ્યત્વે ઉત્પાદિત થતા શાકભાજી મોંઘા થયા છે. નાસિકથી આવતી શાકભાજીનો જથ્થો ઓછો થતા ભાવમાં વધારો થયો.

શાકભાજીના વેપારી સહિત ગૃહિણીઓ પણ ચિંતિત 

[[$googlead]]

[[$alsoread]]

નાસિકમાં પણ શાકભાજીની આવક સામે માંગ વધતા ત્યાંના શાકભાજી ગુજરાત ન આવતા હવે તમામ શાકભાજીના ભાવ બમણા કરતા પણ વધુ થયા છે.જેને લઈને શાકભાજીના વેપારી સહિત ગૃહિણીઓ પણ ચિંતિત બની છે કારણકે આટલી મોંઘવારીમાં શાકભાજી પણ મોંઘું થતા બજેટ ખોરવાઈ ગયું છે. હવે લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે જો સારો વરસાદ વરસે તો શાકભાજી ના ભાવ ઘટે પણ જો અતિવૃષ્ટિ થાય તો પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાય તેવી પણ આશંકા છે.

હવે શાકભાજીના ભાવ ઉંચકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ 

રોજબરોજની જરૂરિયાતોના ભાવ વધતા જનજીવન પર અસર થાય તે સ્વાભાવિક છે હવે શાકભાજીના ભાવ ઉંચકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. ભાવ આસમાને પહોંચી ગયા છે.ત્યારે જે વસ્તુઓ એક અઠવાડિયા સુધી ચાલતી તે ભાવની વસ્તુઓ માત્ર એક કે બે દિવસ ચાલે તેટલી જ આવે છે આથી ફરી એકવાર થાળી મોંઘી બની રહી છે. 


શાકભાજીના ભાવ પ્રતિ કિલોપહેલાપછી
બટાકા20   40
ટામેટા30 60
રીંગણ2060
વટાણા   60100
ગવાર40100
ડુંગળી20   40
મરચા3060
ફ્લાવર40    80
કોબીજ20   40
ધાણા  20  80




  • Follow us on: