આજ રોજ અમદાવાદ મહાનગરપાલિકા ઘાટલોડીયા વોર્ડ નંબર:૦૭ ની પેટા ચૂંટણીમાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલગ-અલગ મતદાન મથકો પર ફરજ પરના હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા ચાલવામાં અશક્ત અને સિનિયર સિટીઝન મતદાતાઓને મતદાન મથક સુધી પહોંચાડી માનવતાવાદી અને ઉમદા કામગીરી કરવામાં આવી હતી.


[[$googlead]]

ઘાટલોડિયાના ભાજપના ઉમેદવારે કર્યુ મતદાન

રાજ્યમાં આજે 16 ફેબ્રુઆરીને રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની અને પેટાચૂંટણીઓ યોજાઈ છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘાટલોડિયા વોર્ડની પણ આજે પેટાચૂંટણી યોજાઈ છે. વહેલી સવારથી જ મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ભાજપના ઉમેદવાર પ્રવિણ અંબાલાલ પટેલ અને અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલે પણ પરિવાર સાથે મતદાન કર્યું છે. લોકો વહેલી સવારથી મતદાન માટે પહોંચ્યા હતાં.

[[$alsoread]]


કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર

એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.


  • Follow us on: