વકફ બોર્ડની જેમ સનાતન બોર્ડ બનાવવામાં આવે તેમ દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ માગ કરી છે. ગુજરાતમાં ગત રોજ પેથાપુર ખાતે સનાતન ધર્મ સંસ્થાન આયોજિત કાર્યક્રમમાં દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ સનાતન ધર્મને લઈને સરકાર સમક્ષ આ ખાસ રજૂઆત કરતી માગ મૂકી છે. દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી હાલમાં ગુજરાતની મુલાકાતે છે.


[[$googlead]]

સનાતન ધર્મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે

છેલ્લા કેટલાક સમયથી સનાતન ધર્મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે તેને લઈને શંકરાચાર્ય કહ્યું કે હવે સમય આવી ગયો છે કે વકફ બોર્ડની જેમ સનાતન બોર્ડનું પણ નિર્માણ થવું જોઈએ. સનાતન ધર્મ વિશે કોઈ એલફેલ બોલી ના જાય માટે તમામ હિન્દુ સંગઠનોએ એકત્રિત થવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે ધર્મ એને કહેવાય છે શાશ્વત હોય. સનાતન ધર્મ શાશ્વત છે અને બીજા બધા છે તે ફક્ત સંપ્રદાય છે, સંસ્થા છે, અને સંગઠનો છે. બીજા બધાના જન્મ થયા એટલે કે જ્યારે તેમનું નિર્માણ થયું ત્યારે તેમની નિશ્ચિત તિથિ હતી અને તારીખ હતી એટલે આ તમામ સંસ્થા અને સંપ્રદાય કહેવાય.જયારે સનાતન ધર્મ છે શાશ્વત છે કારણ કે ક્યારે તેનો પ્રારંભ થયો તે કોઈ જાણતું નથી.

[[$alsoread]]

સનાતન શાશ્વત છે બીજા બધા સંપ્રદાય છે

આજે કહેવાતા સંપ્રદાય અને સંસ્થાઓ પોતાના પ્રચાર કરવા અન્યને નીચા દેખાડે છે. પરંતુ એવું ના કરવું જોઈએ કારણ કે જેમની જયાં શ્રદ્ધા હોય તે અનુસાર ધર્મનું પાલન કરવું જોઈએ અને જે દેવી દેવતામાં આસ્થા રાખે છે તેમની પૂજા કરવી. આજે બહુ બધા લોકો ગુરુને ભગવાન માને છે પરંતુ તમારા ગુરુમાં પણ નિષ્ઠા હોવી જોઈએ. તમે ગુરુને ભગવાન માનો તો ગુરુ જે આદેશ આપે છે તેનું પાલન તમે કરો છે. ના, તમે ફક્ત ગુરુના નામનો આશ્રય લઈ નામે પોતાનુ કામ સાધો છો અને બતાવવા માગો છો અમે ધાર્મિક છીએ. અને પોતાને ધાર્મિક બતાવી ફકત તમે કમાણી કરવા માગો છો. આવા બની બેઠેલા સંપ્રદાયોથી લોકોએ સાવધ રહેવું જોઈએ.

સનાતન એક જ છે અને સનાતને બધાને જન્મ આપ્યો છે

આ વિવાદ આજનો નથી વર્ષોથી કેટલાક સંપ્રદાયો હંમેશઆ સનાતનને નીચું દેખાડવા પ્રયાસ કરતા આવ્યા છે. વધુમાં શંકરાચાર્યએ અન્ય સંપ્રદાયોને આડેહાથ લેતા કહ્યું કે પોતાના વિકાસ કરવા બીજાને હીન ચિતરવાનું બંધ કરવું જોઈએ. પોતાની લીટી લાબી કરવા બીજાની લીટી ભૂસવી ના જોઈએ. પોતાની ઉન્નતિનુંકારણ સ્વયંનો સદાચાર જ હોય એકબીજાની નિંદા કરવાથી કંઈ પણ ના મળે.આપણે વસુધૈવ કુટુમ્બની ભાવના રાખનારા લોકો છીએ. મૂળ પરંપરા, મૂળ સંપ્રદાય, મૂળ આચાર્ય અને મૂળ સનાતન ધર્મનું પાલન કર્યા વગર કયારે પણ કોઈપણ રાષ્ટ્ર, કોઈપણ સમાજ કે કોઈ પણ વ્યક્તિ વિકાસ સાધી શકશે નહીં. સનાતન એક જ છે અને સનાતને બધાને જન્મ આપ્યો છે તેવું ભારપણે દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી કહ્યું હતું.

વકફ બોર્ડની જેમ સનાતન બોર્ડ પણ બનાવવામાં આવે

પેથાપુર ખાતે યોજવામા આવેલ વિશેષ કાર્યક્રમમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી હાજરી આપી હતી. વકફ બોર્ડની જેમ સનાનત બોર્ડ બનાવવાની માગને લોકોએ પણ સમર્થન આપતા પ્લેકાર્ડ લઈને રજૂઆત કરી હતી. છેલ્લા બે દિવસમાં ભારતના બંધારણમાં મોટો બદલાવ લાવનાર વકફ એમેડમેન્ટ બિલ પસાર થયું. પ્રથમ 2 એપ્રિલના રોજ લોકસભામાં વકફ બિલ પાસ થયા બાદ 3 એપ્રિલના રોજ રાજ્યસભામાં પાસ થયા બાદે આજે રાષ્ટ્રપતિની સમંતિ માટે મોકલવામાં આવ્યું. વકફ બોર્ડમાં કરવામાં આવેલા સુધારાઓના કારણે વિશેષ કરીને મુસ્લિમ સમાજની મહિલાઓને લાભ થશે. મુસ્લિમ સમુદાય માટે લાભ કરતા વકફ બોર્ડની જેમ હિન્દુ સમુદાય માટે પણ સનાતન બોર્ડ બનાવવામાં આવે તેવી હિન્દુ સંગઠનોમાં માગ ઉઠવા લાગી છે.

  • Follow us on: