•  12 જળાશયોને વોર્નિંગ સિગ્નલ અપાયા
  • 49 જળાશયો 100 ટકા ભરાયા છે
  • 15 જળાશયોને એલર્ટ પર મુકવામાં આવ્યા

રાજ્યના 207 જળાશયોમાં 71 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જેમાં રાજ્યના 62 જળાશયો હાઈએલર્ટ પર છે. તેમજ 49 જળાશયો 100 ટકા ભરાયા છે. તથા 15 જળાશયોને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. તેમજ 49 જળાશયોમાંથી 35 જળાશયો સૌરાષ્ટ્રના છે. તેમજ 15 જળાશયોમાં 80થી 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

15 જળાશયોને એલર્ટ પર મુકવામાં આવ્યા

[[$googlead]]

15 જળાશયોને એલર્ટ પર મુકવામાં આવ્યા અને 12 જળાશયોને વોર્નિંગ સિગ્નલ અપાયા છે. ઉત્તર ગુજરાતના સૌથી ઓછું 29.50% પાણી છે. તેમજ 15 જળાશયોમાં સૌથી ઓછું 29.50% પાણી છે. તેમજ સરદાર સરોવરમાં સૌથી વધુ 87.03% પાણીનો સંગ્રહ થયો છે. ચોમાસામાં આવેલા વરસાદથી ગુજરાતના કેટલા ડેમ ભરાયા છે. જેમાં રાજ્યના 207 પૈકી 49 જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે. સૌરાષ્ટ્રના 35, તેમજ કચ્છના 6 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 7 અને મધ્ય ગુજરાતનો એક ડેમ હાઉસફુલ થયો છે. ઉપરવાસથી પાણીની આવક થતા રાજ્યના 89 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાં 90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ, તથા 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર રખાયા છે.

[[$alsoread]]

સૌથી વધુ કચ્છમાં સિઝનનો 87.34 ટકા વરસાદ પડી ચૂક્યો છે

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 70.35 ટકા વરસાદ આવી ગયો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 87.34 ટકા વરસાદ પડી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 83.96 ટકા વરસાદ છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.73 ટકા વરસાદ પડ્યો છે. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 53.90 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 52.67 ટકા વરસાદ આવ્યો છે.


  • Follow us on: