• બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ગુજરાતમાં ફરી વરસાદ લાવશે
  • આ લો પ્રેશરને કારણે 1લી સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદ થશે
  • ગુજરાતમાં 2 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું એલર્ટ

સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. જેને લઈને ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જે હવે ઓસરવા લાગ્યા છે. પરંતુ હજુ ગુજરાતમાં વરસાદનું સંકટ ટળ્યું નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં ફરી વરસાદ આવશે. 2 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ‘અસના’ ચક્રવાતની કોઈ અસર થશે નહીં. આજ પછી આવતીકાલે વરસાદથી થોડી રાહત થશે. પરંતુ તે પછી ચોમાસું ફરી સક્રિય થશે.

[[$googlead]]

1 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

[[$alsoread]]

હાલ બંગાળની ખાડીમાંથી ગુજરાત આવેલી મજબૂત સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં તારાજી સર્જાઇ છે. જો કે, આ સિસ્ટમ ધીમે-ધીમે સરકી કચ્છ થઇ અરબ સાગરમાં થઇ પાકિસ્તાન તરફ જઇ રહી છે. જેના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર સિવાય અન્ય ભાગોમાં વરસાદનું જોર ધીમું થવાની શક્યતાઓ છે. બીજી તરફ વરસાદ લાવે તેવી વધુ એક સિસ્ટમ ગુજરાત તરફ આવવાની વકી છે. જેના કારણે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ત્યારે સપ્ટેમ્બરમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.

સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદ વરસી શકે

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 29 ઓગસ્ટે એક સિસ્ટમ બની છે, તેનો માર્ગ ઓરિસા, બિહાર અને ઉત્તરપૂર્વ તરફ રહેશે. જો કે, આ સિસ્ટમની કોઇ મોટી અસર ગુજરાત પર થવાની શક્યતા નથી. જ્યારે બીજી સિસ્ટમ 30-31 આસપાસ બનશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. જેની અસરને કારણે સપ્ટેમ્બરના પહેલાં સપ્તાહમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. ત્યારબાદ સિસ્ટમ પર સિસ્ટમ બનશે અને 4 તથા 5 સપ્ટેમ્બરે વરસાદ થવાની શક્યતા રહેશે.

10મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ

ભારે વરસાદની આગાહી કરતાં નિષ્ણાતોએ જણાવ્યું છે કે, 10મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે સ્થિતિ રહેશે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડશે. આવામાં હવે વરાપ ક્યારે નીકળશે તે ચિંતાનો વિષય છે. આખા સપ્ટેમ્બરમાં એક પછી એક સિસ્ટમ બનવાની છે. 15 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં વરસાદ થશે. ભાદરવી પૂનમ સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. 23 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થઇ શકે છે, પરંતુ હકીકતમાં આ ચોમાસું ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વિદાય લઇ શકે તેવી શક્યતાઓ છે. એટલે સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ માટે ગુજરાતે તૈયાર રહેવું પડશે.

  • Follow us on: