• દરિયામાં ફસાયેલા બે માછીમારોનો આબાદ બચાવ
  • દ્વારકાથી દૂર એક મકાનમાં ફસાયેલા પરિવારનો બચાવ
  • ભારતીય કોસ્ટ ગાર્ડ કટોકટીના સમયે અગ્રેસર રહે છે

રાજ્યમાં ભારે વરસાદને પગલે, ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં અને જમીન પર ફસાયેલા લોકોને બચાવવા માટે કાર્યરત છે. બોટમાં ફસાયેલા બે લોકોને હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. તેમજ દ્વારકાથી 30 કિ.મી. દૂર એક ઘરમાં ફસાયેલા પરિવારને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.


[[$googlead]]

[[$alsoread]]

તેમજ હેલિકોપ્ટરની મદદથી 05 મહિલાઓ અને 02 બાળકો સહિત અન્ય 24 લોકોને દુમથર, થેપાડા અને કુતિયાણા ગામોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મોટાભાગના લોકો ધાબા પર ફસાયેલા હતા, ત્યારે કેટલાક લોકો સલામતી માટે થાંભલાઓને પકડી ઉભા હતા.

28 અને 29 સપ્ટેમ્બરમાં અનેક લોકો ફસાયા

નોંધનીય છે કે, 28 અને 29 ઓગસ્ટ 2024 ની વચ્ચે, કુલ 57 સ્થાનિકો તેમજ 17 માછીમારોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સલામત ઝોનમાં ખસેડવામાં આવ્યા છે. આ મિશન ભારતીય કોસ્ટ ગાર્ડના 'વી પ્રોટેક્ટ'ના સૂત્રથી શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ હંમેશા સતર્ક રહે છે. કટોકટીના સમયમાં નાગરિકોના જીવ બચાવવા માટે હંમેશા તૈયાર જ રહે છે.

  • Follow us on: