• સવારેથી 8થી 11 વાગ્યા સુધીનું વેધર બુલેટિન જાહેર
  • કચ્છ, પોરબંદર, દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ રહેશે
  • પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
રાજ્યમાં વાવાઝોડાની અસરને લઇ વેધર બુલેટિન જાહેર કર્યું છે. સવારેથી 8થી 11 વાગ્યા સુધીનું વેધર બુલેટિન જાહેર કર્યું છે. કચ્છ, પોરબંદર, દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ રહેશે. તેમજ પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લીમાં પવન સાથે વરસાદની આગાહી છે સાથે જૂનાગઢ, ગીર સોમનાથમાં પવન સાથે વરસાદની આગાહી છે.

વડોદરા, નર્મદા, સુરત સહિત વરસાદની આગાહી
બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા, નર્મદા, સુરત સહિત વરસાદની આગાહી છે. રાજ્યમાં વાવાઝોડાની અસરને પગલે વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધીનું વેધર બુલેટિન હવામાગે જાહેર કર્યું છે. તેમાં કચ્છ, પોરબંદર, દ્વારકા, પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ ,ગીર સોમનાથ સહિત પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે. તેમાં ઉત્તરપૂર્વીય અરબસાગરમાં વાવાઝોડુ સક્રિય થયુ છે.

ડીપ ડિપ્રેશનમાં વાવાઝોડુ આગળ વધ્યુ છે
ડીપ ડિપ્રેશનમાં વાવાઝોડુ આગળ વધ્યુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે. તેમા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ રહેશે. અમદાવાદમાં તેજ પવન સાથે વરસાદ રહેશે. જેમાં સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ રહેશે. તેમજ આજે કચ્છ, મોરબી ,જામનગર, દ્વારકા પોરબંદર, જૂનાગઢ, રાજકોટમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ રહેશે. ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, દાદારનગર હવેલી, નવસારી, વલસાડ સહિત ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. 
  • Follow us on:

[[$googlead]]