• રાજયમાં 4થી 10 સપ્ટેમ્બર અતિભારે વરસાદની આગાહી
  • વધુ એક વરસાદની મજબૂત સિસ્ટમ ગુજરાતમાં સક્રિય
  • દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે,તેમનું કહેવું છે કે,રાજયમાં 4 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ સાથે,હાલ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી પરંતુ 3 સપ્ટેમ્બરની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને પૂર આવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે.

આ જગ્યા પર આપી છે ભારે વરસાદની આગાહી

[[$googlead]]

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે છે,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં પૂર આવે તેવી શકયતાઓ દેખાઈ રહી છે.અસના વાવાઝોડું ઓમાન તરફ જતા ગુજરાતને રાહત મળી છે.અરબી સમુદ્ર, બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતમાં ફરીથી સારો વરસાદ થશે.દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.

[[$alsoread]]

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા, પાદરા,બોડેલી, ભરૂચ, જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.

શું કહે છે IMDની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે. 1 અને 2 સપ્ટેમ્બરે વિદર્ભ, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે છત્તીસગઢ, 2 સપ્ટેમ્બરે પૂર્વ મધ્ય પ્રદેશ, 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ, 3 સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્ય પ્રદેશ અને 3 થી 5 સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

 

  • Follow us on: