અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે હાલ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. રાજ્યનાં ફરી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી જવા પામી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સિવાયનાં અન્ય જીલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર,માં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે.
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી
- વડોદરા, છોટાઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી
- ભરૂચ, નર્મદા, સુરતમાં મધ્યમ વરસાદની આગાહી
- તાપી, ડાંગ, નવસારીમાં મધ્યમ વરસાદની આગાહી
- દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી
- જામનગર, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી
- ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી
- ગીર સોમનાથ, જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી
- દ્વારકા, પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી
- અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે
- અન્ય જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે
અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરનાં કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થવાનાં કારણે બીજા દિવસે પણ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમજ ઉત્તર-પૂર્વ થી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાવવાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે. 22 મી એ સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા તારીખ 22ના રોજ રાજ્યનાં દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્રનાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી
તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં હવામાન વિભાગ મંગળવારે વરસાદની આગાહી કરી છે.









