• રાજયમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય
  • આજે નવસારી , વલસાડ , દમણમાં પડશે વરસાદ
  • કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ પડશે વરસાદ

રાજયમાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,આજે 45 કિમી પ્રતિ કલાક પવનની ગતિ સાથે વરસાદ ખાબકશે,આજે બનાસકાંઠા, જામનગર , પોરબંદર , જૂનાગઢ ,નવસારી,વલસાડ,દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલ મેઘરાજા સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે.

શું કહે છે હવામાન વિભાગની આગાહી

[[$googlead]]

અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માછીમારો માટે ચેતવણી આપતા જણાવ્યુ છે કે, આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવો. દરિયાકાંઠે 35થી 45 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. અહીં મહત્તમ પવન 55 કિમીની ઝડપ સુધીનો ફૂંકાઇ શકે છે.આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યુ છે કે, સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશ સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે વરસાદ થવાનો છે. ચોમાસું મુંદ્રાથી મહેસાણા સુધી પહોંચ્યુ છે. ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે.

[[$alsoread]]

આજે સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં વરસાદની આગાહી

બનાસાકાંઠ નવસારી, વલસાડ, દણણ અને દાદરા નગર હવેલી માટે ગાજવીજ આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

સાત જિલ્લામાં 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ સાત જિલ્લાઓમાં ટીમો મોકલી છે, જ્યાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. એનડીઆરએફના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, જરોડ સ્થિત 6ઠ્ઠી બટાલિયન વડોદરાએ ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા, વલસાડ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં એક-એક ટીમ તૈનાત કરી છે.

જાણો 28 જૂને કયા કરાઈ વરસાદની આગાહી

આવતીકાલે સુરત, નવસારી ,વલસાડ, દમણ,દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો 29 જૂને કયા કરાઈ વરસાદની આગાહી

ભરૂચ ,સુરત ,નવસારી ,વલસાડ,તાપી ,દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો 30 જૂને કયા કરાઈ વરસાદની આગાહી

નવસારી ,વલસાડ,દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

  • Follow us on: