હવામાન વિભાગે વરસાદને આગાહી કરી છે,રાજયમાં અગામી સમયમાં અને આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ વરસાદી સિસ્ટમ ન હોવાથી હળવા વરસાદની સંભાવના કરાઈ છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે.અમદાવાદમાં તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું છે.
જાણો કયાં અપાઈ હળવા વરસાદની આગાહી
બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી, સુરેન્દ્રનગર,અમદાવાદ, ગાંધીનગર,રાજકોટ, જામનગર,પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે,હાલ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ અગામી સમયમાં આ સિસ્ટમ સક્રિય પણ થઈ શકે છે.હાલ ભેજવાળુ વાતાવરણ હોવાથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે.
અમદાવાદ અને ગંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી રહેશે
બીજી તરફ રાજ્યના તાપમાનમાં પણ હવે વધારો નોંધાઈ રહ્યો છે. વાતાવરણમાં ભેજના કારણે બફારો પણ અનુભવાયો છે. રાજ્યમાં હવે ધીરે ધીરે વરસાદની ગતિ ઘટી રહી છે અને મોન્સૂન વિડ્રોલ અંગે ઓબ્ઝર્વેશન પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ, ગંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી રહેવાની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ કહ્યું કે રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની શકયતા છે. 13 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે અને તેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમોના કારણે વરસાદ આવવાની સંભાવના છે. આ સાથે જ 18થી 21 સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં પણ વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે. દેશના ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની શક્યતા છે તો મિઝોરમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક કે બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે થોડો ભારે વરસાદ વરસી શકે છે તો બીજી તરફ UP, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, કોંકણ અને ગોવા અને તટીય કર્ણાટકના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.









