અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે, વિરમગામ, માંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે સાથે સાથે વિરમગામમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે, હાંસલપુર, સોકલી, કાજીપુરા, ભોજવા, જુનાપાઘર, નીલકી, વલાણા, સચાણા, માંડલ અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.


[[$googlead]]

રાજયમાં સવારે 7 થી 10 વાગ્યા સુધી વરસાદની આગાહી, નાવકાસ્ટ બુલેટીન જાહેર

રાજ્યમાં વરસાદને લઈ નાવકાસ્ટ બુલેટીન જાહેર થયું છે જેમાં સવારે 7 થી 10 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, પવન અને વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

[[$alsoread]]

જાણો કયાં અપાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, પાટણ, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, તો બીજી તરફ 41થી 61 કિમી પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાશે સાથે સાથે દ્વારકા, જામનગર, અમરેલી, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 41 થી 61 kmphની ગતીએ પવન ફંકાવવાની શક્યતા છે અને 5-15 mm/hr છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

  • Follow us on: