- ભુજમાં વરસાદનું આગમન
- નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ
- જૂનાથાણા, લુંસિફુઈ, તીઘરા વિસ્તારમાં વરસાદ
આ વખતે આકરા તાપથી તપેલા લોકોને વરસાદથી રાહત મળી રહી છે. ધીરે ધીરે ચોમાસાના આગમનથી વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે. ભુજ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ભુજમાં પવન સાથે પડ્યો વરસાદ. વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી. વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરી જનોએ ગરમીથી રાહત અનુભવી હતી.
નવસારીના શહેરી વિસ્તારમાં શરૂ થયો વરસાદ

તો બીજી બાજુ નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારીના શહેરી વિસ્તારમાં શરૂ થયો વરસાદ. શહેરમાં ધીમી ધારે શરૂ થયો વરસાદ. શહેરના જૂનાથાણા, લુંસિકૂઈ,તીઘરા,જલાલપોર,કાલિયાવાડી,પાંચ હાટડી સહિતના વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. શહેરજનોને ભારે બફારાથી મળી આંશિક રાહત.

શહેરજનોને ભારે બફારાથી મળી આંશિક રાહત

ગુજરાતમાં ચોમાસાએ આસ્તે આસ્તે દસ્તક દીધી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે ગરમીથી ત્રસ્ત લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યા છે. વરસાદ શરૂ થતા બફારાથી રાહત મળી છે. તો ક્યાંક ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ જવાથી રસ્તાપર પસાર થતા મુસાફરોને મુશ્કેલીઓ નડી રહી છે.









