• વરસાદ અંગે હવામાન વિભાગે જાહેર કર્યા વિવિધ એલર્ટ
  • ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર
  • મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો અલર્ટ

ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ ભાગોમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લાં ચાર દિવસથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

કયાં કરાઈ અતિભારે વરસાદની આગાહી

[[$googlead]]

બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,દાહોદ,પંચમહાલ,છોટાઉદેપુર,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,નવસારી,ડાંગ,વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

[[$alsoread]]

કયાં કરાઈ છૂટા છવાયા વરસાદની આગાહી

અમદાવાદ,ગાંધીનગર,પાટણ,મેહસાણા,ખેડા,આણંદ,વડોદરા,સુરેન્દ્રનગર,બોટાદ,ભાવનગર,મોરબી,રાજકોટ,અમરેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે.એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘ જમાવટ રહેશે.આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.સાયક્લોનિલ સર્ક્યુલેશન અને ઓફ સ્યોર ટ્રફથી ભારે વરસાદની આગાહી કરાઈ છે,રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

આજે આ જગ્યાએ રેડ અલર્ટની કરાઈ આગાહી

સુરત,નવસારી,વલસાડ,દમણ,દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરાઈ છે.

આજે આ જગ્યાએ યલો એલર્ટની કરાઈ આગાહી

અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંદ,વડોદરા,પંચમહાલ,નર્મદા,બોટાદ,રાજકોટ,પોરબંદરમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે.

રાજ્યમાં મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ

હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યમાં મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. તેવામાં આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

  • Follow us on: