• રાજસ્થાનના બાંસવાડાથી ઝાલોદમાં યાત્રા પ્રવેશ કરશે
  • 7 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા 3 વાગ્યે ઝાલોદ આવશે
  • ઝાલોદમાં 4 વાગ્યે રાહુલ ગાંધીની ગુજરાતમાં પ્રથમ જાહેરસભા

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના સમગ્ર કાર્યક્રમની રૂપરેખા નક્કી થઇ છે. જેમાં 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી બપોરે ત્રણ કલાકે ઝાલોદથી યાત્રા ગુજરાતમાં પ્રવેશશે. ઝાલોદમાં સાંજે 4 કલાકે રાહુલ ગાંધીની ગુજરાતમાં પ્રથમ જાહેરસભા છે. તેમજ ઝાલોદથી નિકળી લીંમડીમાં રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરશે. 8 માર્ચે સવારે 8 વાગ્યાથી દાહોદ બસ સ્ટેશનથી પદયાત્રા કરશે.

રાહુલ ગાંધી પાવાગઢ મંદિરમાં દર્શન કરી શકે છે

[[$googlead]]

રાહુલ ગાંધી પાવાગઢ મંદિરમાં દર્શન કરી શકે છે. તેમજ દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. દાહોદથી સવારે 10 કલાકે યાત્રા લીંમખેડા પહોંચશે. તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે કાર્યક્રમ યોજાશે. ન્યાયયાત્રા સવારે 11 કલાકે પીપલોદ પહોચશે. તેમજ 11:30 કલાકે યાત્રા પંચમહાલના ગોધરામાં પહોંચશે. તેમજ હાલોલમાં પદયાત્રામાં કોર્નર મીટીંગ અને સ્વાગતનું આયોજન છે.

[[$alsoread]]

10 માર્ચે નવાપુરાથી યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે

હાલોલથી યાત્રા પાવાગઢ પહોચશે જ્યાં યાત્રાનું સ્વાગત કરાશે. પાવાગઢથી શિવરાજપુર અને પછી યાત્રા જાંબુગોડા પહોંચશે. તેમજ 9 માર્ચે સવારે આઠ કલાકે બોડેલી ખાતે પદયાત્રા નિકળી બારડોલી, વ્યારાથી સોનગઢ પહોંચશે. તથા 10 માર્ચે નવાપુરાથી યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. 

  • Follow us on: