કુદરતી આપત્તિને કારણે મકાન અને ઝુંપડાને થતા નુકસાન સામે પિડીત નાગરીકોને સરકારી રાહે ચુકવાતી સહાયને ગુજરાત સરકારે મહત્તમ રૂપિયા 90 હજારથી વધારી રૂપિયા બે લાખ કરી છે. રાજયના મહેસૂલ વિભાગે મંગળવારે એક ઠરાવ પ્રસિધ્ધ લકરીને પહેલીવાર વિસ્તાર આધારિત સહાયનો દર બદલ્યો છે. જેથી હવે પર્વતીય વિસ્તારમાં વરસાદ, વાવાઝોડા કે પછી ભૂકંપ જેવી આપત્તિના સમયે કાચુ કે પાકુ મકાન 70 ટકા સુધી ક્ષતિગ્રસ્ત હશે તો સરકાર દ્વારા રૂપિયા બે લાખની સહાય ચૂકવવામાં આવશે.
નુકસાન અંગેના સર્વેકર્તા ટીમના રિપોર્ટ આધારિત રકમ નક્કી કરવામાં આવે છે
કેન્દ્ર સરકારે 14મી ઓગસ્ટ 2024ના રોજ એક પત્ર મારફતે રાજ્ય સરકારને સહાયના ધોરણોનો અમલ કરવા આદેશ કર્યો હતો. જો કે, રાજ્ય સરકારે તેનો અમલ કરવા 302 દિવસ પછી તેનો ઠરાવ પ્રસિધ્ધ કર્યો છે ! મહેસૂલ વિભાગના નાયબ સચિવ એસ.સી. સાવલિયાની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં કહેવાયુ છે કે, કુદરતી આપત્તિને કારણે નુકસાનગ્રસ્ત કાચા મકાનો, પાકા આવાસો કે ઝુપંડા સહાય અંગે નુકસાન અંગેના સર્વેકર્તા ટીમના રિપોર્ટ આધારિત રકમ નક્કી કરવામાં આવે છે.
કાચા- પાકા મકાનમાં નુકસાનની વિગત
સમતળ વિસ્તારમાં ૭૦ ટકાથી વધુ નુકસાન
રૂ.1,80,000ની સહાય
પર્વતીય વિસ્તારમાં ૭૦ ટકાથી વધુ નુકસાન
રૂ.2,00,000ની સહાય
સમતળ વિસ્તારમાં ૩૦થી ૭૦ ટકા નુકસાન
રૂ.90,000ની સહાય
પર્વતીય વિસ્તારમાં ૩૦થી ૭૦ ટકા નુકસાન
રૂ.1,00,000ની સહાય
આંશિક રીતે પાકા મકાનમાં નુકસાન (૧૫થી ૨૯ ટકા)
રૂ.6500ની સહાય
આંશિક રીતે કાચા મકાનમાં નુકસાન(૧૫થી ૨૯ ટકા)
રૂ.4000ની સહાય
નાશ- નુકસાન પામેલા ઝુંપડા
રૂ.8000ની સહાય
ઘર સાથે સંકળાયેલા કેટલ શેડ
રૂપિયા 50000ની સહાય









