• ગુજરાતના સૌથી ઉંચા ધોધનો ભવ્ય નજારો

[[$googlead]]

• 150 ફુટના ધોધની ઉંચાઈ અને ઉંડાઈની સામ્યતા

• ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

[[$alsoread]]


મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના શિંગાણા ગામથી 12 કિમીના નજીવા અંતરે ગીરમાળની સીમમાંથી વહેતી ગીરા નદી પર આવેલો ગીરમાળ ગીરા ધોધ ગુજરાતનો સૌથી ઉંચો ધોધ છે. જેની ઉંચાઈ 150 ફુટ છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે તેની ઉંડાઈ પણ ઉંચાઈ જેટલી જ છે. આ ધોધ ડાંગનો બીજો ગીરાધોધ છે. આ ધોધ ઉંચા પર્વતો પરથી વહેતો હોય તેનું મનમોહક સોદર્ય પ્રવાસીઓને આકર્ષે છે.

વનદેવીના નેકલેસ નામનું સ્થળ સુંદરતાની સરતાજ છે

રાજ્યના છેવાડે પ્રકૃતિથી ફાટફૂટ ઘેરાયેલ ડાંગ જિલ્લો વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વરસાદી માહોલના પગલે સમગ્ર વિસ્તાર જીવંત બની જાય છે. આ ગીરા નદી હાલમાં બન્ને કાંઠેથી વહેતી જોવા મળી રહી છે. ગીરમાળ ગામ નજીકથી પસાર થતી ગીરા નદીમાં હાલના તબક્કે પાણીની આવકમાં વધારો નોંધાયો છે. તેવમાં ગીરા નદી પર આવેલ યુ આકારનો વનદેવીના નેકલેસનાં સ્થળનો અદભૂત નજારો સૌ કોઈની નજરને તરીતૃપ્ત બનાવી રહ્યો છે. કુદરતે મેઘ મહેર કરીને ગીરા નદી પર આવેલ યુ ટર્ન આકારને સુંદર બનાવ્યું છે. વરસાદી માહોલમાં હાલમાં ગીરા નદી પાણીની આવક સાથે સક્રિય બનતા અહીં નવલા નીર યુ આકારના મધ્યમા આવેલ વનદેવીના ગળામાં નેકલેસરુપી નવલખીનો હાર પહેરાવ્યો હોય તેવા દ્રશ્યો પ્રતીત કરતા પ્રવાસીઓની નજરને ઠરીઠામ બનાવી રહ્યું છે. ગીરા નદીમાં પર આવેલ યુ આકાર ખરેખર મધ્યમા આવેલ વનદેવીને પાણી સ્વરૂપે નેકલેસની ગરજ પુરી પાડતા અહીંના સમગ્ર દ્રશ્યો જાજરમાન બની ખીલી ઉઠ્યા છે. ગીરા નદી પર ખીણમાં આવેલ યુ આકારનો વનદેવીના નેકલેસ નામનું સ્થળ સુંદરતાની સરતાજ સાથે પ્રવાસીઓનું મન મોહી રહ્યું છે. જેથી ડાંગ જિલ્લાના ગીરમાળ નદી પર આવેલ વનદેવીના નેકલેસ નામના સ્થળની એકવાર અચૂક મુલાકાત લેવી જોઈએ.


  • Follow us on: