ગુજરાત સરકાર દ્વારા સંચાલિત એસટી બસના ભાડામાં આજથી ભાડામાં 10 ટકાનો વધારો ઝીંકાયો છે,આજથી નવા ભાડાની અમલવારી શરૂ થઈ ગઈ છે,48 કિમીની મુસાફરીમાં રુ.1 થી 4 સુધીનો વધારો કરવામાં આવ્યો છે,ત્યારે ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે,તો બીજી તરફ સરકારે એસટી બસના ભાડામાં વધારો કરતા સરકારની આવકમાં પણ વધારો થશે.નિયમ મુજબ 68 ટકાનો વધારો સૂચવાયો હતો.
જાણો મુસાફરોને કેટલું ચૂકવવું પડશે ભાડુ
અમદાવાદથી મહેસાણાનું ભાડું રૂ. 95થી વધીને રૂ.105
અમદાવાદથી વડોદરાનું ભાડું રૂ.114થી વધીને રૂ.125
અમદાવાદથી સુરતનું ભાડું રૂ.194થી વધીને રૂ.213
અમદાવાદથી રાજકોટનું ભાડું રૂ.171થી વધીને રૂ.188
અમદાવાદથી જામનગરનું ભાડું રૂ.216થી વધીને રૂ.238
અમદાવાદથી ભાવનગરનું ભાડું રૂ.154થી વધીને રૂ.169
અમદાવાદથી દાહોદનું ભાડું રૂ.165થી વધીને રૂ.182
અમદાવાદથી ગોધરાનું ભાડું રૂ.121થી વધીને રૂ.133
તમામ એસટી ડેપો પર યોજના લાગુ
સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે ત્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના કાર્યરત કરાય છે જે અંબાજીથી ઉમરગામ તેમજ કચ્છથી કાઠીયાવાડ સુધી અમલી બની રહેશે તેમજ ગુજરાતના તમામ એસટી ડેપો સહિત એસટી નિગમની તમામ ગુર્જર નગરી અને અન્ય એક્સપ્રેસ બસોમાં લાગુ પડશે ગુજરાત એસટી નિગમ દ્વારા નોન એસી સ્લીપર કોચમાં પણ આ યોજના અમલી ગણાશે, ગુજરાત ભરના તમામ એસ ટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે.
ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ ખૂબ મોટો ફાયદો થશે
તમામ મુસાફરો માટે પણ આ યોજના સસ્તી સવારી સહિત સલામત સવારી બની રહેશે તે નક્કી છે જોકે આ યોજના અંતર્ગત પ્રવાસી લોકો માટે પણ એકજ પાસ માં સમગ્ર ગુજરાતમાં ફરી શકશે. ગુજરાત એસટી નિગમ દ્વારા શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત 1450 માં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતભરમાં મન ફાવે ત્યાં ગુર્જર નગરીથી લઈ સુપર એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે તેમજ 850 રૂપિયામાં ચાર દિવસ સુધી ગુજરાત ભરમાં પ્રવાસ થઈ શકશે સાથોસાથ પરિવાર સાથે જવાનું હોય તો રૂપિયા 450 સુધીની અડધી ટિકિટ લઈને પણ પ્રવાસ થઈ શકશે જોકે આગામી સમયમાં ગુજરાતની જનતા મન ફાવે ત્યાં ફરો યોજના ને કેટલો સફર બનાવે છે તે પણ મહત્વનું બની રહે છે.









