શિક્ષકોની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 1થી 5માં થયેલી શિક્ષકોની ભરતી રદ કરવામાં આવી છે. 22 મેંથી 31 મે સુધી થયેલી પસંદગી પ્રક્રિયા રદ કરાઈ હોવાનું સામે આવ્યું છે. મેરીટની ગણતરીમાં ભૂલ હોવાના કારણે પસંદગી રદ કરવામાં આવી છે.
મેરીટની ગણતરીમાં ભૂલ હોવાના કારણે પસંદગી રદ
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5ની 7000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે ધોરણ 1થી 5માં થયેલી શિક્ષકોની ભરતી રદ કરવાની માહિતી સામે આવી છે. મેરીટની ગણતરીમાં ભૂલ થઈ હોવાને કારણે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. 22 મેંથી 31 મે સુધી થયેલી પસંદગી પ્રક્રિયા રદ કરાઈ છે.
ધોરણ 1થી 5માં શિક્ષકોની ભરતી થવાની હતી પરંતુ હવે ભરતી સમિતિની ભૂલ ઉમેદવારોએ ભોગવવી પડશે. ભરતી સમિતિએ મેરીટ ગણવામાં ભૂલ કરી હતી. વર્ષ 2017નો ઠરાવ ક્લિયર હોવા છતાં ભરતી સમિતિએ મેરીટ ગણવામાં ભૂલ કરી હતી. ભરતી સમિતિએ એફવાય,એસવાય અને ટીવાય ના ગુણ ના આધારે મેરીટ ગણ્યું હતું . ભરતી સમિતિએ ઠરાવનું અર્થઘટન પોતાના આધારે કરતા આ પરિસ્થિતિ ઉભી થઈ છે.
ધોરણ 1થી 5ની 7000 જગ્યાઓ પર કરી હતી જાહેરાત
તમને જણાવી દઈએ કે, ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં ધો. 1થી 8ના શિક્ષકોની ભરતી માટે જાહેરાત કરી હતી. રાજ્યના શિક્ષણ મંત્રીએ ટ્વીટ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5ની 7000 જગ્યાઓ, ધોરણ 6થી 8ની 5000 જગ્યાઓ અને અન્ય માધ્યમની 1852 જગ્યાઓ એમ કુલ 13852 જગ્યાઓ ભરવા વિધાસહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ વિધાસહાયક ભરતી અંગે 20 ફેબ્રુઆરીએ કામચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે.