ગુજરાતમાં આજથી એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી થઈ છે. આજથી ટોલ પ્લાઝા પર મુસાફરી કરતા લોકોએ વધુ ટેક્સ ચૂકવવા તૈયાર રહેવું પડશે. ટોલ પ્લાઝા પરના ટેક્સમાં રૂ.5થી 40 સુધી વધારો ઝીંકાયો છે.


[[$googlead]]

ટોલ ટેક્સમાં વધારો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેના ટોલ ટેક્સમાં વધારો થયો છે. આ ઉપરાંત અમદાવાદ-વડોદરા વચ્ચે નેશનલ હાઇવે 48 પર વધારો થયો છે. જ્યારે પાલનપુર નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા પર પણ પસાર થતા ટેક્સમાં વધારો થવો પડશે.હવે એક્સપ્રેસ વે મુસાફરી કરતા કાર-જીપના વાહનચાલકોએ રૂ. 135ના બદલે રૂ.140 આપવા પડશે. એક્સપ્રેસ વે પર LCVના રૂ.220ના બદલે 230 ચૂકવવા પડશે. એક્સપ્રેસ વે પર બસ-ટ્રકના ચાલકોએ રૂ. 465ના બદલે રૂ. 480નો ટેક્સ ચૂકવવો પડશે. વડોદરાથી આણંદના કારના રૂ.50ના બદલે હવે રૂ.55 એટલે કે ટેક્સમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે. વડોદરાથી નડિયાદના ટોલનાકા પર પસાર થતા વાહન ચાલકોએ રૂ.70ના બદલે રૂ.75 વસૂલવામાં આવશે. તેમજ વાસદથી વડોદરાના કાર - જીપના રૂ.160 વસૂલાશે. LCVના રૂ.245 અને બસ ટ્રકના રૂ.505 ચૂકવવા પડશે.

[[$alsoread]]

નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ટોલનાકાના ટોલ પ્લાઝા પર વધારો કરવામાં ટેક્સ 1 એપ્રિલથી એટલે કે આજથી અમલી થશે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર 5 રૂ થી 40 રૂ સુધીનો વધારો થયો છે.

અમદાવાદ - વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે ટોલ ટેક્સમાં વધારાના બાદનો ટેક્સ


વાહન.    જૂનો ટેક્સ. નવો ટેક્સ
કાર-જીપ   135.  રૂ 140 રૂ
LCV વાહન220.  રૂ 230 રૂ
બસ-ટ્રક 465.  રૂ480 રૂ

ટોલ ટેકસમાં વધારો એ એક વાર્ષિક પ્રક્રિયા

NHIના અધિકારીએ જણાવ્યું કે ટોલ ટેકસમાં વધારો એ એક વાર્ષિક પ્રક્રિયા છે. ગત વર્ષે લોકસભા ચૂંટણીના કારણે જૂન મહિનામાં ટેકસમાં વધારો કરાયો હતો. જ્યારે આ વર્ષે વાર્ષિક નાણાંકીય કેલેન્ડર મુજબ માર્ચ મહિનો પૂર્ણ થતા 1 એપ્રિલના રોજથી ટોલ પ્લાઝા પરના ટેકસમાં વધારો કરાયો છે. નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સમાં વધારો ઝીંકતા મુસાફરી કરતા વાહન ચાલકોના ખિસ્સા ખાલી થશે. ઉનાળાની સિઝનમાં જ્યાં લોકો હરવા-ફરવાનું પ્લાનિંગ કરતા હોય તેવી સિઝનમાં ટોલ ટેક્સમાં વધારો કરી સરકારે પણ વધુ કમાણી મેળવવાનો કિમીયો અજમાવ્યો છે. બાળકોના શાળાના વેકેશનના કારણે લોકો 2 દિવસીય પ્રવાસ ઉપરાંત વોટર પાર્ક તેમજ એક દિવસીય પિકનીકનું આયોજન કરતા હોય છે.  આવા સમયે ટોલ પ્લાઝા પરના ટેક્સમાં વધારો ઝીંકતા લોકોની મુસાફરી મોંધી થશે. 

  • Follow us on: