ગુજરાત યુનિવર્સિટી અને ખાનગી સંસ્થા-યુનિવર્સિટીના પ્લોટની અદલા-બદલાનો ખેલ ચાલી રહ્યો હોવાની ચર્ચાએ જોર પક્ડયુ છે. બીજી તરફ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.નિરજા ગુપ્તાને પૂછવામાં આવતા તેઓએ આ વાતને કોઇ સમર્થન આપ્યુ નહી. તેમણે જણાવ્યુ હતુ કે, હાલ યુનિવર્સિટીની કોઇ પ્લોટની અદલા-બદલાનો કોઇ મુદ્દો જ નથી. યુનિવર્સિટીના સૂત્રોમાં ચાલતી ચર્ચા મુજબ ગુજરાત યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલની પાસે આવેલા ખુલ્લા પ્લોટની બાજુમાં ખાનગી યુનિવર્સિટીના કેટલાક પ્લોટ આવેલા છે. જોકે ખાનગી યુનિવર્સિટી તેના પ્લોટને સળંગ કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટી સાથે પ્લોટની અદલા-બદલા માટે મથામણ કરી રહી છે. તાજેતરમાં ખાનગી સંસ્થા દ્વારા યુનિવર્સિટીને આ પ્લોટ આપી અને તેની સામે અન્ય જગ્યાએ પ્લોટ આપવાની તૈયારી દર્શાવતી દરખાસ્ત રજી કરાઇ હતી. યુનિવર્સિટીએ તેનો સ્વીકાર કરીને ખાનગી સંસ્થાને અનુકુળ પ્લોટ સોંપી દેવાની તૈયારી પણ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. જોકે આ મુદ્દે હજુ કોઇ સત્તાવાર સમર્થન મળ્યુ નથી. 


[[$googlead]]
  • Follow us on: