- 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે
- સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ
- મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો
ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. તેમ છતા રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં બરફના કરા સાથેનો વરસાદ પડી રહ્યો છે. સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ રહેશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમા છુટોછવાયો વરસાદ પડ્યો છે.
40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડી રહ્યાં છે. જેમાં અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તેમાં મોડાસાના ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ થયો છે. જેમાં દધાલિયા, મોતીપુર, વણીયાદમાં કરા સાથે વરસાદ આવ્યો છે. જેમાં ધોધમાર વરસાદ પડતા રસ્તામાં પાણી ફરી વળ્યાં છે. સાથે ભરૂચના પાલેજ પંથકમાં કરા પડ્યા છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે તથા 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો
કરા સાથે કમોસમી વરસાદથી ઘઉં, મકાઈ સહિત ઉભા ખેતી પાકને નુકશાનની ભીતિ છે. તેમજ મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. કણઝરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તથા કચ્છના ગઢશીશા પંથકમાં વરસાદ છે. તેમજ નખત્રાણાના કોટડા, રોહા સહિતમાં વરસાદ આવ્યો છે સાથે કેટલાક વિસ્તારમાં પવનની સાથે કરા પડ્યા છે. તેથી ઘઉં, કેરી સહિતના ઉભા પાકને નુકસાન થયુ છે. તેથી જગતનો તાત હેરાન થયો છે.









