સ્વામિનારાયણ સંપ્રદાય ઘણા સમયથી વિવાદમાં જોવા મળ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો બેફામ બફાટ મુદ્દે હવે હિન્દુ સંગઠન મેદાનમાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરીષદ (vhp)ના ગુજરાતના સહ પાલક અશોક રાવલનું સ્વામિનારાયણ સંતોના બફાટ મુદ્દે નિવેદન આવ્યું છે. અશોક રાવલે જણાવ્યું કે આજ અવિચલદાસજી સાથે અને શંકરાચાર્ય સાથે વાત થઈ અને આજે હું પણ પત્ર લખીશ. સનતાન ધર્મને તોડવા અને બદનામ કરવાની અન્ય સંપ્રદાયોની વૃત્તિ અને પ્રવૃત્તિ પર લગામ લાવવાનો પ્રયાસ કરાશે.


હિન્દુ સંગઠનોએ એક થવું જરૂરી

સ્વામિનારાયણ સંપ્રદાય માટે હવે સનાતન ધર્મ વિષે એલફેલ બોલવું તે હવે એક ટ્રેન્ડ થયો હોય તેવું લાગે છે. ગુજરાતના સહ પાલક અશોક રાવલે આ મામલે જણાવ્યું કે વારંવાર સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે. આગામી સમયમાં કોઈપણ સનાતન ધર્મને લઈને આ રીતે બેફામ નિવેદનો કરી શકે માટે હવે યોગ્ય કામગીરી કરવાનો અવસર આવી ગયો છે. અગાઉ સાળંગપુરમાં ભીંતચિત્રોને લઈને વિવાદ થયો હતો. રાજ્યભરમાં સાળંગપુરના ભીંતચિત્રોને લઈને લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે સમગ્ર મામલે VHPએ મધ્યસ્થતા કરી હતી અને વિવાદ થાળે પાડયો હતો.

સંતો નથી નિયંત્રણમાં

સ્વામિનારાયણ સંતો દ્વારા દ્વારકાધીશ, જલારામ બાપા અને માતા ગંગાજી તેમજ ભગવાન શિવ અને પાર્વતીને લઈને હાલમાં જે બેફામ બફાટ સામે આવી રહ્યા છે તેને લઈને સંપ્રદાયના આચાર્યો સાથે પણ વાતચીત થઈ હતી. આ સંદર્ભે સંપ્રદાયના આચાર્યોએ કહ્યું કે કેટલાક સંતો તેમના કંટ્રોલમાં રહ્યા નથી. અનેક સંતોને વાણીવિલાસ રોકવા નિવેદનો કરાયા છે પરંતુ કેટલાક સંતો પોતાને જ વધુ વિદ્વાન માની આર્ચની વાત પણ માનતા નથી અને બફાટ કરતા હોય છે. 

સંતોના બફાટ પર VHP લગાવી શકાશે લગામ

વધુમાં અશોક રાવલે જણાવ્યું કે ભવિષ્યમાં આવું ના થાય માટે માટે હવે હિન્દુ સંગઠનોએ સાથે આવવું જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ. સમાજના મુખ્ય સંતો શંકરાચાર્ય જેવા સંત સમિતિના કેન્દ્રીય અધ્યક્ષ જેવા અન્ય મહાન સંતોએ સાથે બેસી સનાતન ધર્મન લઈને થતા બેફામ વાણી વિલાસ પર આચાર સંહિતા લાવવી જોઈએ જેથી સ્વામિનારાયણ સંપ્રદાય સહિત અન્ય કોઈપણ સંપ્રદાય સનાતન ધર્મને લઈને અપમાનજક ટિપ્પણી ના કરી શકે. કેમ છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદના ચગડોળમાં ફસાયો છે. સ્વામિનારાયણ સંતોના વાણી વિલાસ પર વિશ્વ હિન્દુ પરિષદ લગામ લગાવી શકશે કે પછી થોડા સમયની શાંતિ બાદ ફરી આ પ્રકારના નિવેદનો જોવા મળશે ?

  • Follow us on: