વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસમાં જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી. PM મોદીની વનતારાની મુલાકાતનો વીડિયો સામે આવ્યો. આ વીડિયોમાં દેખાય છે PM મોદીએ વનતારામાં હાથી, સસલા તેમજ વાનર સાથે અદભુત ક્ષણોનો આનંદ માણ્યો. PM મોદી વનતારામાં રહેતા વન્યજીવોને ખોરાક ખવડાવે છે તો કયાંક સસલા જેવા કોમળ પ્રાણીના માથે હાથ ફેરવી પ્રેમ દર્શાવે છે. વનતારામાં વન્યપ્રાણીઓ સાથે અદ્ભૂત ક્ષણો માણવા ઉપરાંત ત્યાં સારવાર લઈ રહેલ પશુ ચિકિત્સકની કામગીરી પણ નિહાળી. પીએમ મોદીએ વનતારામાં લેવાતી વન્યપ્રાણીઓને કાળજીને લઈને અનંત અંબાણીને અભિનંદન પણ આપ્યા.


[[$googlead]]

PM મોદીનો ગુજરાત પ્રવાસ

PM મોદીએ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસમાં ગીરના સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ વાઈલ્ડ લાઈફ ડેની ઉજવણીમાં ભાગ લેતા જંગલ સફારીનો આનંદ માણ્યો હતો. તેમજ જામનગર ખાતે સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યા બાદ રિલાયન્સના વનતારાની મુલાકાત લીધી હતી. ગુજરાત મુલાકાત દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી દ્વારકા, જામનગર અને ગીર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

[[$alsoread]]

રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝનો ડ્રિમ પ્રોજેકટ

જામનગર ખાતે આવેલ વનતારા રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝનો ડ્રિમ પ્રોજેકટ છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ ગુજરાતના જામનગરમાં પ્રાણીઓ માટે એક ખાસ સ્થાન બનાવ્યું છે. પ્રાણીઓના આ વિશેષ સ્થાન 'વનતારા' તરીકે પ્રચલિત છે. વનતારાએ વન્યજીવોનું વિશેષ સ્થાન કહી શકાય. કેમકે ત્યાં પ્રાણીઓ અને પશુઓને લોકોના આનંદ માટે નહીં પરંતુ સારવાર આપવા લાવવામાં આવે છે. વનતારા હેઠળ ઇજાપામેલ, ત્યજી દેવામાં આવેલ તેમજ સિંહ અને દિપડા જેવા શિકારી પ્રાણીઓથી બચાવવા હરણ જેવા પ્રાણીઓને આશ્રય અને પુનઃવસવાટ કરવામાં આવે છે.

અનંત અંબાણીના વન્ય પ્રાણીઓ પ્રત્યે આ અદભૂત પ્રેમને લઈને રિલાયન્સ ફાઉન્ડેશન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર ખાતે 3000 એકરના ગ્રીનબેલ્ટમાં પ્રાણીઓ માટે આ રેસ્ક્યૂ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.  

  • Follow us on: