- હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ ધીરે ધીરે પૂર્ણ થશે
- પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ વધશે
- પ્રિ મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ પડશે
વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ ધીરે ધીરે પૂર્ણ થશે. તેમજ રાજ્યમાં પવન અને ગરમીના કારણે બફારાનું પ્રમાણ વધે છે. રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ પડશે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 4 થી 6 જુન વરસાદ પડશે.
જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરાઇ
4 જૂનથી સમગ્ર રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. તેમજ 15 જુન આસપાસ ગુજરાતમાં ચોમાસુ દસ્તક દેશે. જેમાં ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યમાં સારો વરસાદ પડશે. સુરત,વલસાડ,નવસારી,તાપી,આહવા,ડાંગમાં સારો વરસાદ પડશે. તેમજ દ્વારકા,જૂનાગઢ,,જામનગર,અમરેલી,ગીર સોમનાથ,ભાવનગર,પોરબંદરના સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 18 થી 20 જુન વચ્ચે વરસાદની આગાહી છે. તથા જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે
અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રિ મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યારબાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ.અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે છે.









