રાજ્યમાં આગામી વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી રહ્યું છે, જે સામાન્ય કરતા 2.1 ડિગ્રી વધુ નોંધાયું છે. સૌથી વધુ 38.8 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું છે.


[[$googlead]]

નવેમ્બર મહિનાને લઇ હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર, એ. કે. દાસ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી એક મહિનામાં રાજ્યના લોકોને ઠંડીનો અનુભવ ઓછો થશે. સમગ્ર મહિના દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયાં બાદ ગુજરાતમાં ઠંડીનો પ્રવેશ થશે.

[[$alsoread]]

કેટલાક રાજ્યમાં વરસાદની આગાહી

દેશના લગભગ તમામ રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. દેશના અનેક રાજ્યોમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે, પરંતુ કેટલાક રાજ્યોમાં વરસાદની પણ આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે. આ કારણસર 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે.

રાજ્યમાં માવઠું થઈ શકે છે!

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં 19મીથી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે કેટલાક વિસ્તારોમાં માવઠું લાવી શકે છે. ખાસ કરીને સાતમીથી 14મી નવેમ્બર અને 19મીથી 22મી નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. તો ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

  • Follow us on: