- રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહીં મળે રાહત
- આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત્
- 2016 બાદ અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી રાહત મળશે નહીં. આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. તેમાં અમદાવાદ, ગાંધીનગરમાં 24 કલાક માટે રેડ એલર્ટ છે. તેમજ દીવ, ભાવનગર, કચ્છમાં હીટવેવની અસર રહેશે. બોટાદ, સુરેન્દ્રનગર તથા વડોદરા અને છોટાઉદેપુરમાં હીટવેવની આગાહી છે. તેમાં અમદાવાદમાં રેકોર્ડ બ્રેક તાપમાનનો પારો નોંધાયો છે.
2016 બાદ અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું
2016 બાદ અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે આ વર્ષે અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી પડતા રેકોર્ડ સર્જ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. 14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ શહેરમાં નોંધાઈ છે. 46.6 ડિગ્રી તાપમાનમાં આખુ અમદાવાદ શેકાયું છે. 46.6 ડિગ્રી સાથે અમદાવાદ દેશનું 7 મું ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 8 દિવસમાં ગરમીનો પારો 7 ડિગ્રી ઊંચકાયો હતો. તો રાત્રે 8 વાગ્યે પણ અમદાવાદમાં નોંધાઈ 42 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.
ગરમીએ અમદાવાદમાં રેકોર્ડ તોડ્યો છે
ગરમીએ અમદાવાદમાં રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં તાપમાન 47.7 ડિગ્રી નોંધાયું. સવારથી અમદાવાદમાં ગરમ પવન ફૂંકાતા લોકો પરેશાન થયા છે. ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં સતત પાંચમા દિવસે આકરી ગરમી યથાવત રહી હતી. કાળઝાળ ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. હવે આકરી ગરમીને લઈને હવામાન વિભાગ તરફથી મોટી ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.









