રાજ્યમાં માવઠા વચ્ચે હવે ગુજરાતમાં કાતિલ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં દિવાળી ટાણે કડકડતી ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતવાસીઓએ દિવાળીમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતવાસીઓએ દિવાળીમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. જ્યારે શિયાળાની ઋતુમાં બે ચક્રવાત સક્રિય થતા રાજ્યમાં વરસાદ રહેશે. નવેમ્બરમાં બે ચક્રવાત સક્રિય થવાના એંધાણ હવામાન નિષ્ણાંતએ આપ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, બીજી તરફ બંગાળની ખાડીમાં થયેલા ચક્રવાતની અસર ગુજરાતમાં ઓછી રહેશે. 22થી 26 ઓક્ટોમ્બરની વચ્ચે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે. જે ચક્રવાતની અસર ઓરિસા અને દક્ષિણ રાજ્યોના વિશાખાપટનામમાં ટકરાશે.

આ વાવાઝોડાની સામાન્ય અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે. 24 થી 26 ઓક્ટોમ્બરમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં છુટો છવાયો વરસાદ રહશે. જ્યારે શિયાળાની ઋતુમાં બે ચક્રવાત સક્રિય થતા રાજ્યમાં વરસાદ રહેશે.

  • Follow us on: