રાજયમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે,16 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે,નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે,મહાનગરોમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો.તો હવામાન વિભાગ પ્રમાણે તાપમાનની વાત કરવામાં આવે તો રાજકોટમાં 9.8 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી,અમદાવાદમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 12.6 ડિગ્રી,ડીસામાં 10 ડિગ્રી, કેશોદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ભારતમાં ઠંડીની જામી લહેર
ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.
દક્ષિણ ભારત અને તમિલનાડુમાં વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે,23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીની શક્યતા રહેલી છે 16-22 દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમા વરસાદની શક્યતા રહેલી છે,જાન્યુઆરીમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી અને 4 અને 5 જાન્યુઆરીએ ઠંડા પવનો ફૂંકાશે.ઉત્તર ગુજરાતમાં 9 ડીગ્રી ન્યૂનતમ તાપમાન રહી શકે છે.ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનાવની શકયતા છે જેને લીધે વરસાદ આવવાની આગાહી છે.
23 ડિસેમ્બર ઠંડી વધવાની શકયતા : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમના કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે,આ સિસ્ટમ બનવાથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે અને બર્ફીલા પવનો ફૂંકાશે જેના કારણે કાતિલ ઠંડી પડશે,16 થી 22 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે,દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા થઈ શકે છે,જાન્યુઆરી માસમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી પડશે.









