રાજયભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ લોકોને વર્તાઈ રહ્યો છે,છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધારે સમયથી રાજયમાં ઠંડીનો ભારે અહેસાસ લોકોને થઈ રહ્યો છે.ઉતર-પશ્ચિમી પવનોને લીધે ઠંડીનો વર્તારો જોવા મળી રહ્યો છે.રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 4-5 ડિગ્રી ઘટાડો જોવા મળ્યો છે,તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આગામી સમયમાં હજી પણ ઠંડીનું જોર વધશે અને શહેરીજનોને ઠંડીમાં ઠુંઠવાવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે.
જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનની વાત કરવામાં આવે તો નલિયામાં સૌથી નીચુ 7.5 ડિગ્રી તાપમાન તો મહાનગરોમાં રાજકોટ સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે.રાજકોટમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.અમદાવાદમાં 14.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી,વડોદરામાં 14 ડિગ્રી, સુરતમાં 15.4 ડિગ્રી,કેશોદ 10.1 ડિગ્રી, અમરેલી 11.8 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 12.2 ડિગ્રી, ભાવનગર 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી બે દિવસ ઠંડી યથાવત રહેવાની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. આગામી બે દિવસમાં આ બાબત વધુ સ્પષ્ટ થશે. આ પછી તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તમિલનાડુના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.
ભારતમાં ઠંડીની જામી લહેર
ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.









