ગુજરાત હવામાન વિભાગે રાજયમાં ભર શિયાળે વરસાદની આગાહી કરી છે,જેમાં વરસાદની સાથે કરા પડવાની શકયતાઓ પણ રહેલી છે,સાછે સાથે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજયમાં વાતાવરણમાં પલટો આવી શકે તેવી શકયતાઓ દેખાઈ રહી છે.ગાજવીજ,ભારે પવનો સાથે વરસાદ અને કરાની આગાહી કરવામાં આવી છે,આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.આવતીકાલે રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
જાણો કયાં અપાઈ છે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,દાહોદ,પંચમહાલ,આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો વલસાડ,દમણ,દાદરાનગર હવેલી,છોટાઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં હિલસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે,રાજ્યમાં પવનની ગતિ 40/50 કિમી પ્રતિકલાકની રહેશે.
બપોરના સમયે ગરમી પણ પડી શકે છે
ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.
ભારતમાં ઠંડીની જામી લહેર
ભારતીય હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.









